GUJARATKUTCHMANDAVI

કચ્છ જિલ્લાના ખેડૂતો માટે પ્રાકતિક કૃષિ પરિસંવાદ યોજવામાં આવેલ.

વાત્સલ્યણ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૨૫ ડિસેમ્બર : માન. રાજ્યપાલશ્રી, ગુજરાત રાજ્ય હાલમાં ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ વિશે ખેડૂતો જાગૃત થાય તે દિશામાં માર્ગદર્શન આપી રહ્યા છે ત્યારે આત્મા પ્રોજેક્ટ, કચ્છ દ્વારા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પધ્ધતિનો વ્યાપ વધે તે માટે કામગીરી કરવામાં આવી રહેલ છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતી વધે તથા ખેતી ખર્ચમાં ઘટાડો થાય અને ઉત્પાદનમાં વધારો થાય તથા ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકારશ્રીની સુચના અનુસાર પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવેલ છે. આ અભિયાનને સફળતાપૂર્વક પાર પાડવા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ વિશે જાણકારી મેળવે તે અત્યંત જરૂરી છે. જેથી પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, આત્મા, કચ્છ-ભુજની કચેરી દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા માટે માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે તે માટે શ્રી ઉમીયા માતાજી ઈશ્વર રામજી ટ્રસ્ટ, ગામ. વાંઢાય (ઈશ્વરનગર),પોસ્ટ. દેશલપર, તા. ભુજ ખાતે તા.૨૪/૧૨/૨૦૨૪ ના સવારે ૯:૩૦ કલાકેથી “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ” નું આયોજન કરવામાં આવેલ. આ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં શ્રી કેશુભાઇ પટેલ, માન. ધારાસભ્યશ્રી, ભુજ, શ્રી વિનોદભાઇ વરસાણી, પ્રમુખશ્રી, તાલુકા પંચાયત, ભુજ, શ્રીમતી મનિષાબેન વેલાણી, ઉપ પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત, ભુજ, શ્રી બાબુભાઇ ચોપડા, ટ્રષ્ટીશ્રી, શ્રી ઉમીયા માતાજી ઈશ્વર રામજી ટ્રસ્ટ, વાંઢાય, શ્રીમતી જયશ્રીબેન વાસાણી, સરપંચશ્રી, દેશલપર, શ્રી જુસબભાઇ બાફણ, સરપંચશ્રી, નાગીયારી, શ્રી શાંતીભાઇ ભાવાણી, સરપંચશ્રી આણંદસર, શ્રી પ્રકાશભાઇ મહેશ્વરી, સામાજીક અગ્રણી, શ્રી રામજીભાઇ મહેશ્વરી, સામાજીક અગ્રણી, શ્રી અશોકભાઇ લિંબાણી, મંત્રીશ્રી, કિસાન સંઘ, કચ્છ શ્રી દેવશીભાઇ પરમાર, જિલ્લા સંયોજકશ્રી, SPNF એસોસીયેશન, કચ્છ, શ્રીમતી ડો. નિષ્ઠાબેન ઠકકર, આયુર્વેદ ડોક્ટર, ભુજ, શ્રી મોબતસિંહ જાડેજા, પ્રગતીશીલ ખેડૂત, શ્રી ઇશ્વરભાઇ પટેલ, પ્રગતીશીલ ખેડૂત વિગેરે ઉપસ્થિત રહેલ. શ્રી કે. ઓ. વાઘેલા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, ભુજ-કચ્છ, મદદનીશ ખેતી નિયામકશ્રીઓ પૈકી શ્રી દિનેશ ચૌધરી, શ્રી હસમુખ પ્રજાપતિ, શ્રી કે. વી. પટેલ, શ્રી ચંદનજી ઠાકોર, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા, કચ્છ શ્રી કલ્પેશ મહેશ્વરી તેમજ આત્મા યોજનાના શ્રી પ્રદિપસિંહ મકવાણા, બ્લોક ટેકનોલોજી મેનેજરશ્રી, ભુજ અને શ્રી વિપુલ ઘુમલીયા, આસીસ્ટન્ટ ટેકનોલોજી મેનેજરશ્રી, નખત્રાણા તેમજ ડો. યુ. એન. ટાંક, હેડ અને સિનિયર વૈજ્ઞાનિકશ્રી, કેવીકે, સાડાઉ, તા. મુંદ્રા અને ડો. ડી. જી. પટેલ, સહ સંશોધન વૈજ્ઞાનિકશ્રી, વિભાગીય સંશોધન કેંદ્ર, કોઠારા, તા. અબડાસા તેમજ ગ્રામ સેવકો અને શ્રી સેંધાભાઇ પારેઘી, વી.આર.ટી.આઇ., માંડવી હાજર રહેલ. આ કાર્યક્રમમાં અંદાજે ૧૦૦૦ જેટલા ખેડૂતો ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવેલ. શ્રી દિનેશભાઇ ચૌધરી, મદદનીશ ખેતી નિયામકશ્રી (તાલીમ), ભુજ-કચ્છ દ્વારા શાબ્દિક સ્વાગત કરી વધુમાં વધુ મહિલા ખેડૂતો આત્માના એફ.આઇ.જી. ગૃપમાં જોડાય તે માટે આહવાન કરેલ. ડો. ડી. જી. પટેલ, સહ સંશોધન વૈજ્ઞાનિકશ્રી, વિભાગીય સંશોધન કેંદ્ર, કોઠારા, તા. અબડાસા દ્વારા પ્રાકૃતિક કૃષિ તેમજ મૂલ્ય વર્ધન વિશે માર્ગદર્શન આપેલ. શ્રીમતી ડો. નિષ્ઠા ઠકકર, આયુર્વેદ ડોક્ટર, ભુજ દ્વારા જંતુનાશક દવાઓના છંટકાવથી થતી અસરો વિશે માહિતી આપેલ તેમજ માનવ સ્વાસ્થ્યને જરૂરી પોષક તત્વો રાસાયણિક ખાતરોથી પકવેલ શાકભાજી, અનાજ અને ફળો કરતાં પ્રાકૃતિક કૃષિથી પકવેલમાં વધુ હોય છે તેમ જણાવેલ. શ્રી જયદીપ ગોસ્વામી, વિષય નિષ્ણાત, કે.વી.કે., મુન્દ્રા દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો બીજામૃત, જીવામૃત-ઘનજીવામૃત, વાફસા, આચ્છાદન અને સહજીવી પાકો વિશે વિગતવાર માર્ગદર્શન આપેલ. શ્રી નિલેશભાઇ પટેલ દ્વારા પ્રાકૃતિક કૃષિમાં વાનસ્પતિક અસ્ત્રો બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર, દસપર્ણી અર્ક, અગ્નિઅસ્ત્ર વિશે વિગતવાર માહિતી આપેલ. શ્રી કે. ઓ. વાઘેલા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી,ભુજ-કચ્છ દ્વારા વિવિધ સહાયલક્ષી યોજનાઓ, ખેડૂત અકસ્માત વિમા યોજના અને ફાર્મર રજીસ્ટરી વિશે માર્ગદર્શન આપેલ. આ પ્રસંગે ગામ-માનકુવા, તાલુકો- ભુજના પ્રગતિશીલ ખેડૂત શ્રી ધનજીભાઇ વરસાણી એ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પોતાના અનુભવો, દેશી ગાયના મહત્વ વિશે સમજણ આપેલ આ પ્રસંગે શ્રી કેશુભાઇ પટેલ, માન. ધારાસભ્યશ્રી, ભુજ દ્વારા આજના સમયમાં પ્રાકૃતિક કૃષિ કેમ જરૂરી છે તે અંગે જણાવી કચ્છ જિલ્લો વધુમાં વધુ પ્રાકૃતિક કૃષિ અપનાવી અગ્રેસર બને તે માટે ભારપૂર્વક જણાવેલ. તેમજ દરેક ખેડૂત દેશી ગાય રાખે તે માટે આહવાન કરેલ અને પોતાની જમીનને ગાય આધારીત પ્રાકૃતિક ખેતી થકી સ્વસ્થ બનાવી જે પણ અનાજ, શાકભાજી કે ફળો પકવે તે ઝેરમુક્ત પેદા કરી અને મુલ્યવર્ધન કરી જાતે પોતાની બ્રાન્ડ બનાવી વેચે અને પોતાના ગામની આવક ગામમાં જ રહે અને શહેરની આવક પણ ગામમાં આવે તેવા પ્રયત્નો હાથ ધરવા જાગૃત થવા ખેડૂતોને હાકલ કરેલ. પ્રાકૃતિક કૃષિ પરીસંવાદનું સંચાલન શ્રી માવજીભાઇ બારિયા, અદાણી ફાઉન્ડેશન, મુંદ્રા દ્વારા કરવામાં આવેલ. તેમજ સમગ્ર કાર્યક્રમનું આયોજન આત્મા સ્ટાફ દ્વારા કરવામાં આવેલ.

Back to top button
error: Content is protected !!