કાયદેસરના લેણા કરતા વધુ રકમના ચેક રિટર્ન કેસ. રૂ ૯ લાખના ચેક રીટર્ન આરોપીને હાલોલ કોર્ટે નિર્દોષ જાહેર કરી છોડી મુક્યો

તારીખ ૨૫/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
હાલોલ ના બ્રીજ મોહન રામપ્રસાદ કેડિયા એ પાઠક સ્ટીલ ના ભાગીદાર ની હેસિયત થી મનોજકુમાર રમણલાલ પારેખ રે સાંઈ પાર્ક હાલોલ ઉપર રૂ.૯ લાખના ચેક રીટર્ન કેસની ફરિયાદ નોંધાવી હતી જેની મુખ્ય વિગત મુજબ ફરિયાદી ભાગીદારી પેઢી હાલોલ ખાતે લોખંડ અને લોખંડમાથી બનાવેલ પાઇપ, ચેનલ, બીમ ,એગલ, બ્રાઇટ બાર સ્ક્વેર બાર નો ધંધો કરે છે અને આરોપી માજા એન્ટરપ્રાઈઝ અને જે એમ એન્ટરપ્રાઈઝ નામથી ફેબ્રિકેશન નો ધંધો કરતા હોય ફરિયાદીની પેઢીમાં આરોપીની બન્ને પેઢી નુ ઉધાર ખાતુ ચાલે છે. આરોપીના બન્ને પેઢીના ખાતાની રકમનો હિસાબ સમજી આરોપીએ રૂ ૯ લાખનો તા ૧૬/૦૮/૨૦૧૮ ના રોજ નો પોતાના યુનાઈટેડ બેંક ઓફ ઇન્ડિયા ના ખાતાનો ચેક આપેલ જે ચેક ફરિયાદીએ પોતાની બેંકમાં તા ૨૧/૦૮/૨૦૧૮ ના રોજ અપૂરતા ભંડોળ ને કારણે રિટર્ન થતા તા ૧૭/૦૯/૨૦૧૮ ના રોજ આરોપીને ચેક રિટર્ન ની નોટીસ આપી હતી આરોપીએ ચેક રિટર્ન નોટીસ નો તા ૦૧/૧૦/૨૦૧૮ ના રોજ ખોટો અને ઉડાઉ જવાબ આપ્યો હતો જે બાદ હાલની ફરિયાદ હાલોલ ના એડી. ચીફ જ્યુ મેજિસ્ટ્રેટ ની કોર્ટ મા ફરિયાદીએ પોતાની ફરિયાદ આપી હતી આરોપી પોતાના એડવોકેટ જે બી જોશી મારફતે હાજર થયા હતા અને મુખ્યત્વે એવો બચાવ કરેલ કે ફરિયાદીએ જે રકમનો કેસ કરેલ છે તેટલી રકમ અમો આરોપી પાસે લેણી થતી નથી અને ખોટો કેસ કરેલો છે. વધુમા આરોપીના એડવોકેટ જે બી જોશી એ ફરિયાદીએ આરોપી સામે અગાઉ કરેલ બે ક્રીમી કેસમાં ફરિયાદીની જુબાની ની પ્રમાણિત નકલ રજુ કરી હતી જે બન્ને કેસ ની રકમ અને હાલના રૂ ૯ લાખ સાથે કુલ રૂ ૧૬,૦૦,૨૪૮/ થાય છે જયારે ફરિયાદીએ રજુ કરેલ લેઝર મુજબ ફરિયાદીનુ લેણું રૂ ૧૩,૭૭,૮૨૭/ થાય છે વધુમાં ફરિયાદીએ વ્યાજ ની ગણતરી કરી હોય તેવી પણ કોઇ રજૂઆત નથી અને આ બાબતની તકરાર આરોપીએ નોટીસના જવાબમાં પણ લીધી છે. વધુમા આરોપી તરફે એડવોકેટ જે બી જોશી એ આરોપી તરફે નોટિસનો જવાબ આપનાર એડવોકેટ ની જુબાની લઈ નોટિસનો જવાબ અને પોસ્ટલ પાવતી રજુ કરી હતી. ફરિયાદીની ઉલટ તપાસ ફરિયાદીએ સ્વીકાર કરેલ છે કે આરોપી સામે કરેલ ત્રણ ફરિયાદ ની રકમનો સરવાળો તેની કુલ લેણી રકમ કરતા વધુ થાય છે. અને સ્વેચ્છાએ જણાવ્યું છે કે વધારાના પૈસા પાછા આપી દઈશું. ફરિયાદીએ ચેકમાં સહી સાત વર્ષ પહેલા ની અને બાકીનું લખાણ પોતાના હાથે ફરિયાદ કરતા અગાઉ લખ્યુ હોવાનુ કબુલ કર્યું હતું. સમગ્ર બાબતે જે બી જોશી ની દલીલો અને એપેક્ષ કોર્ટો ના જુદા જુદા ચુકાદાઓ ધ્યાને રાખીને હાલોલના એડી ચીફ જ્યુ મેજિસ્ટ્રેટ દ્વારા કાયદેસરના લેણા કરતા વધુ રકમનો ચેક હોય તો એન આઈ એક્ટ મુજબ ગુનો બનતો નથી , લેણી તારીખે પાછા ફરેલા ચેકની રકમ કરતા દેવાની રકમ ઓછી હતી એવુ રેકર્ડ ઉપર થી જણાઈ આવે છે તેથી ફરિયાદી પોતાનુ લેણુ નિઃશંક પણે પુરવાર કરી શકતા ન હોય આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો આદેશ આપેલ છે.








