GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ડેરોલગામ ક્રિકેટ કલબ દ્વારા આયોજીત ટેનીસ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું સાંસદ રાજપાલસિંહના હસ્તે શુભારંભ કરાયું

 

તારીખ ૦૬/૦૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

યુવાનોમાં રમત ગમત ક્ષેત્રે જાગૃતિ લાવવા અને યુવાનોને ક્રિકેટ જેવી રમતોમાં આગળ લાવવાનાં ઉમદા હેતુ સાથે કાલોલ તાલુકાના ડેરોલગામ ક્રિકેટ કલબ દ્વારા ટેનીસ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે પંચમહાલ લોકસભાના સાસંદ રાજપાલસિંહજી જાદવની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો જ્યાં તેવો દ્વારા સંબોધનથી સૌ ક્રિકેટપ્રેમીઓને પ્રોત્સાહિત કરી અને રમતગમત થકી યુવા એકતા માટેના પ્રયત્નો બદલ સૌ આયોજકોને અભિનંદન પાઠવીને ક્રિકેટ ટુર્નામેન્ટનું શુભારંભ કરાયું હતું જેમાં ર્માં ફાઈનાન્સ ના દિપેશ રાજપૂત શિવ કેપીટલ ફાઈનાન્સ ના પાર્થ કનોજીયા હરસિધ્ધિ ઝેરોક્ષ ના પ્રકાશ પરમાર આદિત્ય રેસીડેન્સી ના સંદીપ પટેલ ખોડીયારકૃપા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ના તેજસ ભોઇ અને દિકુ સ્પોર્ટ્સ ના દિવ્યેશ રાવલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા જ્યાં ડેરોલગામ ક્રિકેટ ક્લબના આયોજકો દ્વારા સાંસદ રાજપાલસિંહ જાદવ નું ભવ્ય સ્વાગત કરી ઉપસ્થિત મહાનુભાવોનું આભાર વ્યક્ત કર્યો હતો.

Check Also
Close
Back to top button
error: Content is protected !!