GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબી ઓમશાંતિ વિદ્યાલયમાં શાળાના કર્મચારીને 1 લાખ રૂપિયા આપતા ટ્રસ્ટીશ્રી

MORBI મોરબી ઓમશાંતિ વિદ્યાલયમાં શાળાના કર્મચારીને 1 લાખ રૂપિયા આપતા ટ્રસ્ટીશ્રી
મોરબીની 30 વર્ષ જૂની સેલ્ફ ફાયનાન્સ શાળા ઓમશાંતિ વિદ્યાલય, મોરબીના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી ટી.ડી. પટેલસર દ્વારા શાળાના કોમ્પુટર વિભાગના હેડ કર્મચારી ડાભી હંસરાજભાઈ ગણેશભાઈના પુત્ર ધ્રુમિલને BAMS માં પ્રવેશ મળતા કોલેજની ફી માટે 1,00,000/- રૂપિયાની સહાય કરી. હંસરજભાઇએ સંસ્થામાં 25 વર્ષથી આપેલ સેવાને બિરદાવી હતી. શાળાના ટ્રસ્ટીશ્રીએ અગાઉ શાળાના આચાર્યના પુત્રને મેડિકલ પ્રવેશ વખતે 1,00,000/- તથા શાળાના શિક્ષિકાના પતિના હોસ્પીટલમાં ઈમરજન્સી સારવાર માટે 1,00,000/- ની સહાય કરેલ હતી. ઓમશાંતિ પરિવાર મેનેજિંગ ટ્રસ્ટીશ્રી ટી.ડી.પટેલસરનો આભાર મને છે. અને તેમની સેવાને બિરદાવે છે.







