GUJARATKUTCHMANDAVI

સુરેન્દ્રનગરની ખેરવા ગામની શાળાના વિદ્યાર્થીઓએ‌ ભુજ ખાતેની જિલ્લા માહિતી કચેરીની મુલાકાત લીધી.

સરકારી કમ્યુનિકેશન, માહિતી ખાતાના વિવિધ પ્રકાશનોથી શાળાના વિદ્યાર્થીઓ વાકેફ થયા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી તા-૦૭ જાન્યુઆરી : કચ્છ જિલ્લાના શૈક્ષણિક પ્રવાસે આવેલા સુરેન્દ્નનગરના પાટડી તાલુકાની ખેરવા પે સેન્ટરની શાળાના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓએ જિલ્લા માહિતી કચેરી ભુજ કચ્છની મુલાકાત લઈને કચેરીની કાર્યપદ્ધતિ વિશે જાણકારી મેળવી હતી. વિદ્યાર્થીઓ સરકારની કામગીરી અંગે જાગૃત થાય તે હેતુથી જિલ્લા માહિતી કચેરી ભુજ કચ્છના નાયબ માહિતી નિયામકશ્રી ઘનશ્યામ પેડવાએ વિદ્યાર્થીઓને કચેરીની કામગીરી અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.

 

નાયબ માહિતી નિયામકશ્રી પેડવાએ જિલ્લા માહિતી કચેરીની કામગીરી વ્યવસ્થા સાથે ગુજરાત પાક્ષિક મેગેઝિન, પત્રકારોની એક્રેડેશન વ્યવસ્થા, સરકારી યોજનાઓના પ્રચાર પ્રસારમાં જિલ્લા માહિતી કચેરીનું પ્રદાન, મહાનુભાવોની મુલાકાત દરમિયાન મીડિયા કવરેજમાં માહિતી કચેરીની ભૂમિકા, રોજગાર સમાચાર, અવનવા પ્રકાશનો વગેરે બાબતોથી વિદ્યાર્થીઓને વાકેફ કરાવ્યા હતા. અખબારોના રજિસ્ટ્રેશનથી લઈને પ્રિન્ટીંગ સુધીની રોચક માહિતી નાયબ માહિતી નિયામકશ્રીએ વિદ્યાર્થીઓને આપી હતી. જિલ્લા માહિતી કચેરીના સીનિયર સબ એડિટરશ્રી ગૌતમ પરમારે વિદ્યાર્થીઓને સરકારના વહીવટીતંત્રની કામગીરીનો ચિતાર આપીને માહિતી અને પ્રસારણ વિભાગનું મહત્વ સમજાવ્યું હતું. જિલ્લા માહિતી કચેરી ભુજ કચ્છની આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ મુક્તમને પ્રશ્નો પૂછીને સરકારની કાર્યપદ્ધતિ અંગે જાણકારી મેળવી હતી. ગુજરાત પાક્ષિક સહિત માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત અવનવા પ્રકાશનોને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક નિહાળ્યા હતા. આ મુલાકાત દરમિયાન ખેરવા પે સેન્ટરની શાળાના શિક્ષકોનો સ્ટાફ હાજર રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!