વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ
ડાંગ જિલ્લાનાં પોલીસ વડા યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલની પોલીસ કર્મીઓની ટીમે પોકેટકોપ તથા ઇ – ગુજકોપની મદદથી ચોરીની મોટરસાયકલ સાથે પોકસોના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો. સાપુતારા પોલીસ મથકના પીઆઇ આર.એસ.પટેલનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ સ્ટાફના માણસોએ પોક્સો એક્ટના ગંભીર ગુનામાં નાસતો-ફરતો રીઢા આરોપી સંજયભાઈ મોહનભાઈ ગાવીત ( ઉ.વ.31 રહે. જાખાના તા.આહવા જી.ડાંગ)ને સાપુતારા પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ ટીમે વેશ-પલટો કરી ઝડપી પાડયો હતો.તેમજ ચોરીનો ભેદ પણ ઉકેલ્યો હતો.જેમાં આજથી ત્રણ મહીના પહેલા કલવણ બસ સ્ટેન્ડ મહારાષ્ટ્ર ખાતેથી ડીસ્કવર મોટર સાયકલ (રજી.નં.MH-I5-DQ-8234) ચોરી થયેલ હોય જે મોટરસાયકલ આ આરોપી સંજય ગાવીત પાસેથી મળી આવતા મોટરસાયકલ પણ પોલીસે કબ્જે કરી હતી.હાલમાં સાપુતારા પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે..
મોરબી: કુદરત રૂઠી છે અને મંત્રીઓ ખેડૂત ની મજાક ઉડાવી રહ્યા છે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા
ગિરનાર લીલી પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓ વરસાદની સ્થિતિને ધ્યાન રાખી પ્રવાસનું આયોજન કરે : કલેકટર
ખેરગામ રામજી મંદિરે જલારામ જયંતિ નિમિત્તે ભક્તોનો સૈલાબ છલકાયો
Follow Us