ANJARKUTCH

અંજાર મધ્યે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે બાળકો મા પર્યાવરણ બચાવ અને ફોન થી દુર રહે એ માટે વિવિધ રમતોનું આયોજન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.

અંજાર,તા૨૮ જાન્યુઆરી : 26 મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ ની સાંજે સાગર રેસીડેન્સી મા સાંજે નાના બાળકો માટે વિવિધ સ્પર્ધા જેવી કે સ્લો સાઇકલિંગ, ફાસ્ટ સાઇકલિંગ, સંગીત ખુરશી નું આયોજન કરવામાં આવ્યું હતું. નાના ભૂલકાઓ હોંશભેર ભાગ લીધો હતો. સાથે વાલીઓ પણ નાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આવી ગયા હતા. એટલે દરેક રમત એક રોમાંચક બની ગઈ હતી. દરેક બાળકને આપણા યુવા સાંસદ શ્રી વિનોદ ભાઈ ચાવડા દ્વારા દરેક બાળકોને કેપ આપવામાં આવી હતી. અને અલ્પહાર ની વ્યવસ્થા નયના બેન સુનીલ મહેશ્વરી દ્વારા કરવામાં આવી અને પાણી માટે ની વ્યવસ્થા શાંતિલાલ સોની એ કરી હતી દરેક ઇવેન્ટ મા ભાગ લેનાર એમાં પ્રથમ ત્રણ બાળકોને ને પણ ઇનામો ની વણઝાર સુનિલ ભીમજી મહેશ્વરી દ્વારા કરવામાં આવી સાથે સાથે નિર્ણાયકો મા દર્શન ભાઈ જોષી, સેન્ટ એલીજા બેથ સ્કૂલના શીતલ બેન દવે,રબારી સ્કૂલના સોનલ બેન, તેમજ પ્રવીણ ભાઈ આહીર, ચંદ્રિકાબેન , ગીતાબેન વગેરે રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન નયનાબેન મહેશ્વરી દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમ ના અંતે બાળકો ને 26 જાન્યુઆરી નિમિત્તે સૌ બાળકો પર્યાવરણ બચાવવી ની શીખ આપવા મા આવી સાથે સાથે નાના બાળકો રમત ગમત પ્રત્યે જો સજાગ થાય તો એમના મા મોબાઇલ ફોન પર રહેવાની આદત પણ છૂટી જાય છે એવા ઉમદા વિચાર સાથે કાર્યક્રમ કરવા મા આવ્યું.

Back to top button
error: Content is protected !!