GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ઘુસર ગામની ગોમા નદીમાં ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો.પાંચ ટ્રેક્ટરો સાથે 25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

 

તારીખ ૦૬/૦૨/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

ભુસ્તરશાસ્ત્રી સુચના અન્વયે ખાણ ખનીજ કચેરી ગોધરા ની ક્ષેત્રિ ટીમ દ્વારા કાલોલ તાલુકાના ઘુસર ગામની ગોમા નદીના પટમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવેલ હતી. જે તપાસ દરમ્યાન કાલોલ તાલુકાના ઘુસર ગામની ગોમા નદીના પટમાંથી સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત રીતે ખોદકામ કરી ટ્રેક્ટરો દ્વારા સાદી રેતી ખનીજ ભરીને બિનઅધિકૃત વહન કરવામાં આવતું હોવાની બાતમીને આધારે ઉપરોક્ત જગ્યાએ છાપો મારી કુલ પાંચ ટ્રેક્ટરો સાથે 25 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વેજલપુર સ્ટેશન ખાતે મુકીને ખાણ ખનીજની ટીમ દ્વારા આગળની નિયમોનુસા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!