કાલોલ તાલુકાની બોરુ પ્રાથમિક શાળાના બાળ કલાકારોનું જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં શાનદાર પ્રદર્શન.

તારીખ ૦૭/૦૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષા ના મહાકુંભ ગોધરા ખાતે આવેલ સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલ ૨૦૨૪-૨૫ નો પંચમહાલ જિલ્લા કક્ષાના મહાકુંભમાં બોરુ પ્રાથમિક શાળા સાંસ્કૃતિક વિભાગમાં રાસમાં પ્રથમ ક્રમે તેમજ લગ્નગીત સ્પર્ધામાં (૦૬ થી ૧૪ વર્ષ વય જૂથ)બાળાઓએ દ્વિતીય ક્રમે વિજેતા થતાં શાળાનું અને પંચમહાલ જિલ્લાનું કલા ક્ષેત્રે નામ ઉજાગર કરવા બદલ અને ગામનું ગૌરવ વધારવા બદલ શાળા પરિવાર વતી આચાર્યશ્રી ગૌરાંગ જોશી એ બાળકલાકારોની આંતરિક શક્તિઓને ખિલવવા બદલ તેઓના માર્ગદર્શક શિક્ષક કાજલબેન બારોટ અને તમામ બાળ સ્પર્ધકોને હાર્દિક અભિનંદન પાઠવ્યાં હતા. સૌનો સાથ સૌનો વિકાસ તે રીતે સાંસ્કૃતિક વારસાનું પણ જતન થાય તે ઉદે્શને પરિપૂર્ણ કરવા છેવાડાના ગામડાઓથી માંડીને શહેરોમાં કલાનું કલાત્મક વાતાવરણનું નિર્માણ થાય, પ્રતિભાશાળી કલાકારોને અભિવ્યક્ત કરવાની તક મળી તે બદલ સમગ્ર વાલીગણ ગૌરવની લાગણી અનુભવે છે. જિલ્લા કક્ષાએ વિજેતા સ્પર્ધકોને પ્રદેશ કક્ષાએ તથા ત્યારબાદ રાજ્ય કક્ષાએ સ્પર્ધા માટે મોકલવામાં આવશે.સૌનો વિકાસ તે રીતે સાંસ્કૃતિક વારસાનું પણ જતન થાય તે ઉદે્શને પરિપૂર્ણ કરવા છેવાડાના ગામડાઓથી માંડીને શહેરોમાં કલાનું કલાત્મક વાતાવરણનું નિર્માણ થાય, પ્રતિભાશાળી કલાકારોને અભિવ્યક્ત કરવાની તક મળી તે બદલ સમગ્ર વાલીગણ ગૌરવની લાગણી અનુભવે છે. જિલ્લા કક્ષાએ રાસના વિજેતા સ્પર્ધકો આગામી પ્રદેશ કક્ષાએ યોજાનાર સ્પર્ધામાં પંચમહાલ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.







