GANDHIDHAMKUTCH

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગાંધીધામના માતૃ શક્તિ દ્વારા એક આદર્શ અને ઉતકૃષ્ટ માનવતાનું ઉદાહરણ પુરૂ પાડતા શાળાના બાળકનું સન્માન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-ગાંધીધામ કચ્છ

ગાંધીધામ,તા-11 ફેબ્રુઆરી : ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામની શ્રીગાયત્રી કૃપા સોસાયટી પ્રાથમિક શાળામાં ધોરણ -6 માં અભ્યાસ કરતો બાળક વાલ્મીકિ કૈલાસ સોમાભાઈ જે ગત શનિવારના સવારમાં શાળામાંથી તેમને 500/- રૂપિયાની નોટ મળી હતી. આમતો વિદ્યાર્થી જીવનની નાની ઉંમરમાં 500/- રૂપિયાની કિંમત ખુબજ વધારે હોય છે. આથી તેને એવું ન વિચાર્યું કે આ 500 રૂપિયા હું મારા ખીચામાં રાખીને વાપરીશ. તેવા વિચાર ને બદલે આ બાળકે 500/- રૂપિયાની નોટ લઈને સીધા પોતાના વર્ગ શિક્ષક શ્રી મહેશભાઈ વાઘેલાને આપી એક આદર્શ વિદ્યાર્થી તરીકેનું ઉદાહરણ પુરૂ પાડ્યું..અને જેના રૂપિયા હતા તેમને મળી ગયા આ બાળકની માનવતાના ગુણને કારણે. આથી આ બાળકના જન્મ દિવસ નિમિતે આ શાળાના શિક્ષક અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યકારી અધ્યક્ષ અને ગાંધીધામ તાલુકાના અધ્યક્ષ ભરતભાઈ ધરજીયા દ્વારા બાળકને તેના જન્મ દિવસ નિમિતે શાળાના પ્રાર્થના ખંડમાં ઊભો કરી જાહેરમાં તેના આ ઉમદા કાર્યના વખાણ કરવામાં આવ્યા. અને ગાંધીધામ તાલુકાના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના માતૃ શક્તિ દ્વારા જે શ્રીમતી જિજ્ઞાસાબેન જે. પટેલ, અને શ્રીમતી જિંદલબેન વી. પટેલ દ્વારા આ બાળકને પ્રાર્થનામાં બોલપેન અને પેન્શિલનું બોક્સ આપી સન્માન કરવામાં આવ્યું.અને શાળાના તમામ બાળકો પણ આવી માનવતા, અને વિદ્યાર્થી તરીકેનું એક આદર્શ ઉદાહરણ પૂરું પાડવા કહ્યું અને સાથે સાથે બાળકો ભાણી ને ડોકટર, એન્જિનિયર, મેનેજર, કે કોઈ અન્ય ડિગ્રી કે નોકરી મેળવે કે ન મેળવે પણ સૌથી પહેલા એક સારા, સાચા અને સંસ્કારી નાગરિક બની સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી બની પોતાનું, પોતાના વર્ગ શિક્ષક, શાળાના આચાર્ય, શાળાનું, પોતાના માં બાપનું અને ગામ તેમજ પૂરા રાષ્ટ્રનું નામ રોશન કરવા શુભેચ્છાઓ પાઠવી હતી .

Back to top button
error: Content is protected !!