GUJARATKUTCHMUNDRA

મુન્દ્રામાં પ્રથમ વખત યોજાયેલ વિદ્યાર્થીઓ માટેની બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઝરપરાની ટીમ વિજેતા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા,તા.30 માર્ચ : તાજેતરમાં મુંદરા તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સદગુરુ ગ્રીન સીટી ગુંદાલા ખાતે બોક્સ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અતિથિ વિશેષપદેથી શુભેચ્છા પાઠવતા માંડવી મુંદરાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ ક્રિકેટ જેવી રમતથી વિદ્યાર્થીઓમાં ખેલદીલીના ગુણો વિકસે છે એમ જણાવ્યું હતું.વિદ્યાર્થીઓની ટુર્નામેન્ટમાં ભુજપરની ટીમને હરાવીને ઝરપરાની ટીમ વિજેતા જાહેર થઈ હતી. જ્યારે શિક્ષકોની ફાઇનલ મેચમાં મોટા કપાયાની કિંગકોબરા ટીમે તાલુકા ગ્રુપ શાળાની ટીમને હરાવીને વિજેતા જાહેર થઈ હતી. વિજેતા ટીમના કેપ્ટન સુલેમાન લંગા, ઉપવિજેતા ટીમના કેપ્ટન સહદેવસિંહ જાડેજા, બેસ્ટ બોલર ભારદીપ પટેલ, બેસ્ટ બેટ્સમેન નિકુંજ પટેલ, મેન ઓફ ધ સિરીઝ હરવિજયસિંહ ઝાલાને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.ટૂર્નામેન્ટમાં ધારાસભ્ય દવે, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઇ ગઢવી, ટુર્નામેન્ટના દાતા અને તાલુકા પંચાયતના પ્રમુખ મહિપતસિંહ જાડેજા, નગરપાલિકાના અધ્યક્ષા રચનાબેન જોષી, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન યુવરાજસિંહ જાડેજા, ન્યાય સમિતિ ચેરમેન પ્રેમજી સોધમ, વિરોધ પક્ષના નેતા નવિન ફફલ, કેળવણી નિરીક્ષક નારાણ ગઢવી, હિતેશ મોખા, તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં સ્ટીલની બોટલ ભેટ આપનાર ભરત ગોગરી, મહેન્દ્રસિંહ જાડેજા, સંજય ઠક્કર, પ્રણવ જોષી સહિત ઉપસ્થિત મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું. ટૂર્નામેન્ટને સફળ બનાવવા શિક્ષક સમાજના પ્રમુખ મનહરસિંહ ઝાલા, મહામંત્રી સહદેવસિંહ જાડેજા, કોષાધ્યક્ષ સુલેમાન લંગા, સહમંત્રી નિલેશ પરમાર, ખજાનચી જતીન ઘેડીયા સહિત તમામ હોદ્દેદારો અને શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!