GUJARATKUTCHMANDAVI

ભુજના સ્મૃતિવન મ્યૂઝિયમ ખાતે 12 અને 13 એપ્રિલના રોજ બાળકો માટે સમર કેમ્પ યોજાશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

ભુજ,તા-08 એપ્રિલ  : ઉનાળાના રજાઓને વધુ માણવા અને બાળકોને કંઈક નવું શીખવવાના ધ્યેય સાથે સ્મૃતિવન ભૂકંપ મ્યૂઝિયમ અને મેમોરિયલ દ્વારા બાળકો માટે એક અનોખા સમર કેમ્પનું આયોજન તારીખ 5 અને 6 એપ્રિલના રોજ કરવામાં આવ્યું હતું. આ સમર કેમ્પને બાળકો અને વાલીઓ દ્વારા બહોળો પ્રતિસાદ મળતા હવે 12 અને 13 એપ્રિલના રોજ સમર કેમ્પનું આયોજન કરાયું છે. આ સમર કેમ્પ દરમિયાન બાળકોને વિવિધ પ્રવૃતિઓની સાથે જ્ઞાન પીરસવામાં આવશે. આ સમર કેમ્પમાં આર્ચરી, ડાન્સ, ફોટોગ્રાફી, વિવિધ રમતો, વિશ્વની ભૌગૌલિક બાબતો અને ફ્લાઈટ રૂટ વિશેની ઊંડી સમજણ બાળકોને આપવામાં આવશે. બાળકો સ્મૃતિવનના પ્રાકૃતિક પરિસરમાં વિવિધ રમતો રમીને સ્વાદિષ્ટ નાસ્તાની પણ મજા માણી શકશે. આ સમર કેમ્પમાં રજિસ્ટ્રેશન માટે પૂજાબેન મહેતા મો.6357799991 અથવા તો ઓનલાઈન https://va.com.se/campreg/ લિંક ઉપર રજિસ્ટ્રેશન કરાવી શકાશે. આ સમર કેમ્પનો બહોળો લાભ લેવા સ્મૃતિવન ઓથોરિટી દ્વારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!