GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ગાંવ ચલો અભિયાન અંતર્ગત કાલોલ તાલુકાના બાકરોલ ગામની સાંસદ રાજપાલસિંહ જાદવ દ્વારા મુલાકાત લીધી

 

તારીખ ૧૨/૦૪/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

ગાવ ચાલો અભિયાન અંતર્ગત પંચમહાલ ના સાંસદ રાજપાલસિંહ જાદવે બુથ સમિતિના સભ્યો સાથે બેઠક યોજી ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા ચર્ચા કરી.તથા બાકરોલ ગામે સેવા વસ્તીની મુલાકાત લઈ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ વિશે સૌને માહિતગાર કર્યાં હતાં જ્યાં ગાંવ ચાલો અભિયાન અંતર્ગત કાલોલ તાલુકાના બાકરોલ ગામે હનુમાનજીના દર્શન કરી,સંગઠનના હોદ્દેદારો,આગેવાનો ગણમાન્ય મહાનુભાવો,ગ્રામજનો અને કાર્યકર્તાઓ સાથે સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થઈ શ્રમદાન કર્યું.બાકરોલ ગામે સામાજિક આગેવાનો સાથે મુલાકાત કરી સરકારની લોકહિતની યોજનાઓથી થયેલા લાભ વિશે ચર્ચા કરી અને ગ્રામ પંચાયતની મુલાકાત લીધી.

Back to top button
error: Content is protected !!