GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણ પ્રાંત અધિકારીની ટીમે ખોલડીયાદ તેમજ મેકસન સર્કલ પાસેથી ગેરકાયદેસર ખનીજ વહન કરતા 4 ડમ્પર ઝડપી લીધા

તા.02/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર ની સૂચનાથી વઢવાણ પ્રાંત અધિકારી નિકુંજ ધુળાના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે વઢવાણથી ખોલડીયાદ રોડ તથા મેક્સન સર્કલ પાસે વાહનોનું આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર રીતે ખનીજ સંપદા ભરીને પસાર થતા ચાર ડમ્પરોને ઝડપી લઇ સીઝ કરી દીધા છે વઢવાણ પ્રાંત અધિકારી નિકુંજ ધુળાની સૂચનાથી ટીમના અનિરુદ્ધસિંહ ચાવડા, અનિરુદ્ધસિંહ નકુમ, કૃપાલસિંહ મહાદેવભાઇ નાકિયા વિગેરેઓએ આકસ્મિક ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી વઢવાણ પ્રાંત ટીમના ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર ખનીજ વહન કરતા કુલ ૦૪ બ્લેક ટ્રેપ ભરેલ ડમ્પરો પસાર થતા તેમને અટકાવીને તલાસી લીધી હતી તલાસી દરમિયાન આ વાહનોમાં ઓવરલોડ અને પાસ પરમિટ વિના ખનીજ સંપદા આશરે કુલ રૂ .૧.૭૫ કરોડ નો મુદામાલ ગેરકાયદેસર રીતે વહન થતા ઝડપાયો હતો ઝડપાયેલા વાહનોને મામલતદાર કચેરી વઢવાણ ખાતે લાવી સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખનીજ માફીયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!