BHUJGUJARATKUTCH

જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ભુજ કચ્છ દ્વારા આયોજિત ગવર્મેન્ટ સ્કૂલ સ્ટુડન્ટ્સ એક્સપોઝર વિઝીટ આઉટ સાઇડ ધ સ્ટેટ અંતર્ગત.

શ્રી ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ,ભુજ કચ્છ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ,તા-૦૭ મે : વિવિધ શૈક્ષણિક , સાંસ્કૃતિક, કલા અને રમતગમત ક્ષેત્રે રાજ્ય કક્ષા એ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે રાજ્ય બહારના નિશુલ્ક શૈક્ષણિક પ્રવાસે સ્લીપર ટ્રાવેલ્સ દ્વારા લઈ જવામાં આવ્યા હતા. આ પ્રવાસનો હેતુ વિદ્યાર્થીઓને ઐતિહાસિક, સાંસ્કૃતિક તથા શૈક્ષણિક દ્રષ્ટિએ જ્ઞાનવર્ધક અનુભવો ઉપલબ્ધ કરાવવાનો હતો.તા 23-4-2025 ના રોજ માનનીય જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંજયભાઈ પરમાર સાહેબે સાંજે સાત વાગ્યે શુભેચ્છા સંદેશ પાઠવી પ્રવાસમાં સામેલ થનાર સૌને પ્રસ્થાન કરાવ્યું હતું.સૌપ્રથમ 24-4-25 ના રોજ રાજસ્થાનના ઉદયપુર શહેરની મુલાકાત લેવામાં આવી.ત્યાંના પ્રખ્યાત સીટી પેલેસ, સહેલીઓ કી બાડી,ફતેહ સાગર તળાવ, વેક્ષ મ્યુઝિયમ, ભૂતબંગલો, ભૂલભૂલૈયા જેવી જગ્યાઓએ પ્રવાસ કર્યો તેમજ ઉદયપુરમાં રાત્રિ રોકાણ કરવામાં આવ્યું.વિદ્યાર્થીઓને રાજપૂત આર્કિટેક્ચર અને રાજસ્થાનના રાજવિઓની વીરગાથા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.ત્યારબાદ તા- 25-4-25 ના પ્રવાસ દિલ્હી તરફ આગળ વધ્યો. તા 26-4-25 ના દિલ્હીમાં વિદ્યાર્થીઓએ ઇન્ડિયા ગેટ, રાષ્ટ્રપતિ ભવન, અક્ષરધામ, મૉલ તેમજ લોટસ ટેમ્પલ જેવી મહત્વપૂર્ણ ઇમારતો અને સ્થળો નિહાળ્યા.તા 27-4-25 ના જયપુરમાં વિદ્યાર્થીઓએ જલમહેલ, હવામહેલ, અમેર કિલ્લો અને નાહરગઢ બાયોલોજીકલ પાર્ક જેવી ઐતિહાસિક અને પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લીધી. સાથે જ તેઓએ રાજસ્થાનની લોકકલા અને હસ્તકલાકૃતિઓને પણ નજીકથી અનુભવ્યા.તદુપરાંત, તા 28-4-25 ના પ્રવાસીઓએ ચિત્તોડગઢ પહોંચીને ચિત્તોડગઢના કિલ્લાનો અભ્યાસ કર્યો. અહીંના મીરામંદિર,રાણી પદ્મિની મહેલ અને કીર્તિ સ્તંભ નિહાળીને વિર શિરોમણી મહારાણા પ્રતાપ અને મીરાબાઈ વિશે માર્ગદર્શન મળ્યું, જેના થકી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ અને બલિદાનની ભાવના સાથે ભક્તિ વિકસિત થાય.આ પ્રવાસ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જ્ઞાનવર્ધક અને ઉત્સાહવર્ધક સાબિત થયો. તેઓએ માત્ર ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે જ નહિ, પણ સામૂહિક જીવન, શિસ્ત અને સમયના યોગ્ય ઉપયોગના પણ પાઠ શીખ્યા અને તા 29-4-25 ના સવારે 8-30 વાગ્યે ભુજ પરત પહોચ્યા હતા.સમગ્ર પ્રવાસ દરમિયાન વર્ગ-2 અધિકારી વનિતાબેન મહીડા,પૂજાબેન લિમ્બાચીયા, ઇન્દ્રજીતસિંહ જાડેજા, ખેંગારભાઇ જોગી તેમજ દીપાબેને પ્રવાસમાં સામેલ રહી વ્યવસ્થા સંભાળી હતી. રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં સિદ્ધિ મેળવી શ્રેષ્ઠતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન રૂપે રાજ્ય બહારના શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરી કુલ 39 વિદ્યાર્થીઓ માંથી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઇસ્કૂલ ની 35 દીકરીઓ આ પ્રવાસ નો લાભ લઈ શકી તે બદલ ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલ ના આચાર્યા શ્રીમતી ભૂમિકાબેન ગઢવી એ જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી સંજયભાઈ પરમાર નો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!