SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ મારૂતિ પાર્ક તેમજ સંત સવૈયાનાથ નાથ સર્કલ પાસે આવેલી શાક માર્કેટમાં બેફામ ટ્રાફિકની સમસ્યા

તા.17/05/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

આ અંગે અવારનવાર રજૂઆત છતાં કોઇ કાર્યવાહી થતી નથી ટ્રાફિક સમસ્યાથી આસપાસના રાહદારી ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે આ સ્થળે ટ્રાફિક નિયમોનું પાલન થતું નથી રોડ પર લોકો લારી રાખી તેમજ વાહન પાર્ક કરી ટ્રાફિક નિયમો ઉલ્લઘન કરી રહ્યા છે આ સમસ્યાનું નિવારણ લાવવા તંત્ર પગલા લે તેવી લોકમાગ ઊઠી છે સુરેન્દ્રનગર હાર્દસમા 80 ફૂટ રોડ મારૂતિ પાર્ક તેમજ સંત સવૈયાનાથ નાથ સર્કલ પાસે આવેલી શાક માર્કેટમાં બેફામ ટ્રાફિકની સમસ્યાથી લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે આ અંગે સોલંકી નિલેશ ડી. સહિતનાઓએ મનપામાં લેખિતમાં લેખિત રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું કે, મારૂતિપાર્ક પાછળની સોસાયટીના રહીશો માટે અવારનવાર ધંધાર્થે થતા અન્ય કામ માટે જવા આવવા મારૂતિપાર્કવાળો રસ્તો મુખ્ય છે તેમજ ભક્તિનંદન સર્કલ વિસ્તારથી તમામ રહીશોને જવા આવવા માટે મોટા ભાગે 80 ફૂટ રોડનો ઉપયોગ થાય છે મારૂતિપાર્ક ખાતે મુખ્ય ચાર રસ્તા આવેલા છે હાલ સુરેન્દ્રનગર મનપા તરફથી જે મારૂતિ પાર્ક મેદાનમાં શાક માર્કેટ ઊભી કરવામાં આવેલી છે જેના કારણે ટ્રાફિક સમસ્યા ઊભી થઇ છે. કારણ કે સાંજે 5 વાગ્યા પછી શાળાઓને છૂટવાનો સમય હોય છે તેમજ તમામ નોકરી કરતા અને અન્ય કામ કરતા માણસોને જવા આવવાનો મુખ્ય રસ્તો છે જે સમયે ખૂબ જ મોટા પ્રમાણમાં માણોસની અવરજવર રહે છે મારૂતિ પાર્કમાં જવા આવવાના રસ્તા પર અચડણરૂપ મૂકેલ લારીઓ અને તેમના વાહનો તથા લારીમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકોના આડેધડ વાહનોના પાર્કિંગના કારણે રસ્તો બંધ જેવો થઇ જાય છે જેના કારણે ટ્રાફિક સમસ્યા ઊભી થાય છે.

Back to top button
error: Content is protected !!