GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના વેજલપુર ખાતે જાહેર રસ્તા ઉપરના નડતરરૂપ દબાણો ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ હટાવવામાં આવ્યા

તારીખ ૨૦/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ખાતે તાડ ફળિયા તેમજ ઘુસર રોડ ઉપરના જાહેર રસ્તા પરના સાત જેટલા દબાણો ગ્રામ પંચાયત દ્વારા સીટી સર્વેની માપણી બાદ આજરોજ દૂર કરવામાં આવ્યા સમગ્ર કાર્યવાહી દરમિયાન કાલોલ તાલુકા વિકાસ અધિકારી સાથે મામલતદાર કચેરી સ્ટાફ તેમજ એમજીવીસીએલનો સ્ટાફ હાજર રહ્યો હતો જ્યાં વેજલપુર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી દરમિયાન દબાણ રૂપ ઓટલાઓ દૂર કરવામાં આવ્યા હતા.








