GUJARATKUTCHMANDAVI

સ્થગિત થયેલી ધો. ૧ થી ૫ ની વિદ્યા સહાયકની ભરતી પુનઃ શરૂ.

ઉમેદવારોને 5 જૂનથી 28 જૂન જિલ્લા પસંદગી માટે બોલાવાયા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી, તા-03 જૂન : રાજ્યમાં હાલ ધો. ૧ થી ૫ ગુજરાતી માધ્યમની વિધા સહાયક ભરતી પ્રક્રિયા ચાલી રહી હતી. ગત ૧૭ મે ના રોજ ફાઈનલ મેરીટ લિસ્ટ બહાર પાડ્યા બાદ તા. ૨૨ થી ૩૧ મે દરમ્યાન ગાંધીનગર ખાતે ઉમેદવારોને બોલાવી જિલ્લા પસંદગીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધતિના આધારે મેરીટ પસંદગીમાં ભૂલ થઈ હોવાના કારણે કોઇ ઉમેદવારને અન્યાય ન થાય તે હેતુથી તા.૨૨/૦૫/૨૦૨૫ થી તા.૩૧/૦૫/૨૦૨૫ સુધી કરવામાં આવેલ જિલ્લા પસંદગીની પ્રક્રિયા રદ કરવાનો તેમજ નવેસરથી જિલ્લા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવાનો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, ગાંધીનગરની તા. ૩૧/૦૫/૨૦૨૫ની બેઠકમાં નિર્ણય લેવામાં આવેલ હતો.

હવે આ રદ્દ કરવામાં આવેલ પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી છે. સમિતિ દ્વારા ધોરણ 1 થી 5 ના ઉમેદવારો માટે પુનઃ જિલ્લા પસંદગી અંતર્ગત કોલ-લેટર મેળવવા માટેની સૂચના આપવામાં આવી છે. આ બાબતે વિશેષ માહિતી આપતા રાજ્યસંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર અગાઉ તા. 17/05/2025 ના રોજ મુકવામાં આવેલ મેરીટ મુજબના ઉમેદવારો તા.02/06/2025 ના રોજ 18:00 કલાકથી વેબસાઇટ ઉપરથી પોતાના કોલ-લેટર ઓનલાઈન મેળવી શકશે.

વિદ્યાસહાયક ભરતી -2024 (ધો. 1 થી 5 ગુજરાતી માધ્યમ)માં આ ઉમેદવારોને તા.05/06/2025 થી તા.28/06/2025 દરમ્યાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે. જે અંગે તારીખ, સમય અને સ્થળ ઉમેદવારના કોલલેટરમાં દર્શાવેલ છે. જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઈટ ઉપરથી જ ઓન-લાઈન કોલ-લેટર મેળવી લેવા સૂચના અપાઈ છે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ. તા.17/05/2025 ના રોજ પ્રસિધ્ધ કરેલ કટ-ઓફ માર્ક્સ અને અન્ય સુચનાઓ યથાવત રહેશે. તા. 22/05/2025 થી તા. 31/05/2025 દરમ્યાન નિમ્ન પ્રાથમિક ધો

૧ થી ૫ ની કરેલ જિલ્લા પસંદગીના હુકમ ૨દ ક૨વામાં આવેલ છે. જો કોઈ ઉમેદવાર પુન: જિલ્લા પસંદગીમાં કોલલેટ૨માં દર્શાવેલ તારીખ અને સમયે ઉપસ્થિત રહેશે નહી તો તેઓ જિલ્લા પસંદગી કરવા માંગતાં નથી તેમ માનવામાં આવશે જેની સબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જણાવાયું છે.

આ સાથે ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા ચાલુ ૨હે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ આ વેબસાઈટ જોવા વિનંતી કરાઈ છે.

Back to top button
error: Content is protected !!