BHUJGUJARATKUTCH

ભુજ નગરપાલિકા દ્વારા વરસાદથી ક્ષતિગ્રસ્ત રોડ રસ્તાઓની મરામત કરાઈ

નગરપાલિકા હસ્તકના રોડ રસ્તાઓની સાફસફાઈ, પેચવર્ક સહિતની કામગીરી પૂરજોશમાં.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ,તા-૧૫ જુલાઈ : કચ્છમાં ભારે વરસાદને કારણે ભુજ શહેરના વિવિધ રોડ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હોય ભુજ નગરપાલિકા દ્વારા વિવિધ વોર્ડમાં મેટલિંગ કરીને પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે. ભુજ નગરપાલિકા દ્વારા ટ્રેક્ટરથી મેટલિંગ કરીને પેચવર્કથી ખાડાઓને રીપેર કરવામાં આવી રહ્યા છે. વરસાદ પડે ત્યારે રોડ ઉપર કાદવ કીચડની પરિસ્થિતિ ઊભી થતી હોય છે જેને પહોંચી વળવા હાલ ભુજ નગરપાલિકા દ્વારા રસ્તાઓની સાફ સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. ભુજ નગરપાલિકા દ્વારા રોડ રસ્તાઓના ખાડાઓના પેચવર્ક ઉપરાંત સાફસફાઈ, ડ્રેનેજ લાઈન મેઈન્ટેન્સ, માર્ગોની સામૂહિક સફાઈ, માખી મચ્છરના ઉપદ્ધવ સામે દવાનો છંટકાવ વગેરે કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારની સૂચના અન્વયે નાગરિકોને પરિવહનમાં કોઈ જ મુશ્કેલી પડે નહીં તે માટે રાત દિવસ ભુજ નગરપાલિકા દ્વારા સમારકામ અને તેના સંબંધિત તમામ કામગીરી કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!