SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOTHANGADH

ચોટીલા પ્રાંત અધિકારીએ સોનગઢમાં બે કોલસા લીઝમાં ગેરરીતિઓ ઝડપી લીધી

તા.21/07/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પ્રાંત અધિકારી એચ. ટી. મકવાણા અને તેમની સંયુક્ત ટીમ દ્વારા થાનગઢ તાલુકાના સોનગઢ સર્વે નંબર ૫૦/પૈકી ૧ તથા ૫૦/પૈકી ૩ વાળી જમીનમાં આવેલ કાર્બોસેલ (કોલસા) ની ૨ (બે) લીઝની આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવતા અનેક ગંભીર ગેરરીતિઓ સામે આવી છે લીઝ હોલ્ડર ભૂપતભાઈ સતાભાઈ જળુ, રહે. સોનગઢ દ્વારા સરકારના પરિપત્રો, જોગવાઈઓ ઠરાવો અને કાયદાઓનો સરેઆમ ભંગ થતો હોવાનું જણાયું હતું જેના પગલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં તપાસણી દરમિયાન મુખ્ય ધ્યાને આવેલ ગેરરીતિઓમા લીઝમાંથી નીકળતા કાર્બોસેલ (કોલસો) અંગેના સ્ટોક અંગે કોઈ રજીસ્ટર નિભાવેલ નથી લીઝવાળી જગ્યાની બહાર, ખાનગી માલિકીની સર્વે નંબરવાળી જમીનમાં વગર પરવાનગીએ ખૂબ જ મોટા પ્રમાણમાં લીઝમાંથી નીકળેલ વેસ્ટ માલનો સ્ટોક કરવામાં આવેલ છે લીઝમાં ઉપયોગમાં લેવાતા વિસ્ફોટક પદાર્થ અંગેનું કોઈ રજીસ્ટર નિભાવેલ નથી લીઝ વાળી જગ્યા સિવાય બાજુમાં રહેલી ખાનગી માલિકીની ખેતીની જમીનનો ઉપયોગ વગર પરવાનગીએ બિનખેતી તરીકે કરવામાં આવેલ છે લીઝ અંગેના કોઈ પણ પ્રકારના રજીસ્ટરો, હિસાબો, સાધન સામગ્રી અંગેના રેકર્ડ, અને લીઝમાંથી નીકળતા અન્ય વધારાના વેસ્ટ માલ અંગેના રેકર્ડ નિભાવવામાં આવેલ નથી લીઝમાં કામ કરતા મજૂરોની સલામતી અંગે કોઈ જ સુવિધાઓ રાખવામાં આવેલ નથી લીઝમાં ઉપયોગમાં લેવામાં આવતા એકપણ વાહનોનું સરકારશ્રીની જોગવાઈઓ મુજબ VTMS માં નોંધણી કરાવેલ નથી કેટલો કોલસો લીઝમાંથી કાઢવામાં આવેલ છે અને કેટલી રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવેલ છે તે અંગેનું કોઈ પણ રેકર્ડ નિભાવવામાં આવેલ નથી, જે વિસ્તારમાં લીઝ મંજૂર કરવામાં આવેલ છે તે વિસ્તારથી વધારે વિસ્તારોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ખોદાણ કરવામાં આવેલ છે વધુમાં સ્થળ ઉપર જ ખાણ ખનિજ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ઓપન કટિંગવાળા સ્થળે પાણી ભરેલું હોવાથી બહાર પડેલ ખનિજના ઢગલાઓની તથા લીઝ મંજુર થયેલ છે તે કેટલા વિસ્તારમાં મંજુર થયેલ છે તે અંગે માપણી કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે લીઝ હોલ્ડર ભૂપતભાઈ સતાભાઈ જળુ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!