MORBI:મોરબી પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે મહાદેવજી ની ભવ્યાતિભવ્ય મહા આરતી નું આયોજન




MORBI:મોરબી પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે મહાદેવજી ની ભવ્યાતિભવ્ય મહા આરતી નું આયોજન


સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળારોડ માર્કેટિંગ યાર્ડ ની સામે આવેલા મંદિર ના મહંત શ્રી ની યાદી જણાવે છે કે પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ મોરબી ખાતે મહાદેવજી ને સુંદર ફૂલો થી શણગાર અને ભવ્ય દીપમાળા ત્રિવેદી એસોસિએટ્સ પરિવાર અને સદગુરુ ફ્લાવર્સ ભૂરાભાઈ જીઆઇડીસી તેમજ મહેન્દ્રનગર બ્રાન્ચ ના સૌજન્ય થી પ્રખ્યાત યુ ટ્યુબર ભાવિક ગજ્જર એન્ડ કંપની ના મધુર સંગીત ના સથવારે મહાદેવજી ની ભવ્યાતિભવ્ય મહા આરતી નું આયોજન સાંજે 7:00 વાગ્યે કરવામાં આવેલ છે . આ મહાઆરતી સોસાયટી ના જનસેવક એવા સ્વઃ પરબતભાઇ કરોતરા ના ધર્મપત્ની લાભુબેન પરબતભાઇ કરોતરા અને હિરેનભાઈ કરોતરા ના વરદ હસ્તે ઉતારવા માં આવશે તેમજ મોરબી શહેર ભાજપ ના મહિલા મોરચા ના મહામંત્રીશ્રી શ્રીમતી જયશ્રી બેન વાઘેલા ની વિશેષ ઉપસ્થિતિ રહેશે મોરબી ની દરેક ધર્મપ્રેમી જનતા ને મહાઆરતી નો લાભ લેવા સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ના મહંત શ્રી પ્રવિણગિરી મહારાજ ભાવભર્યું આમનત્રન પાઠવે છે હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય



