
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
ભચાઉ,તા-૨૮ જુલાઈ : શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય ભચાઉ દ્વારા, અલીમ્કો–ભારત સરકારના આર્થિક સહયોગથી અને એગ્રોસેલ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ “સંપૂર્ણ” ના સહકારથી ખાવડા ગામે દિવ્યાંગજનો માટે સાધન સહાય અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ખાવડા તથા આસપાસના વિસ્તારમાંથી આવેલા ૩૫થી વધુ દિવ્યાંગભાઈઓ- બહેનોને ટ્રાઈસાયકલ, વ્હીલચેર, કૅલિપર, સ્માર્ટ- સ્ટીક જેવા સહાયક સાધનો સહિત આશરે ₹૪૭૦૦૦ની કિંમતની ઇલેક્ટ્રિક ટ્રાઈ-સાયકલ વિનામૂલ્યે આપવામાં આવી હતી.અગ્રોસેલ ફાઉન્ડેશનના રામજીભાઈએ મહેમાનોનું સ્વાગત કરી કાર્યક્રમનો હેતું સમજાવતા કહ્યું કે “આ સાધન સહાયથી દિવ્યાંગજનોના જીવનમાં બદલાવ આવશે અને દિવ્યાંગો સ્વાવલંબી અને આત્મનિર્ભર બનશે” કચ્છના સમાજ સુરક્ષા અધિકારીશ્રી એન.એસ. ચૌહાણ દ્વારા દિવ્યાંગજનોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાની ચર્ચા કરી અને સમાજ કલ્યાણ ઈ-પોર્ટલ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થાના સ્થાપક સંચાલક શ્રી જીતેન્દ્રભાઈ જી. જોષી દ્વારા સંસ્થાની કામગીરીનો પરિચય આપતા જણાવ્યું હતું કે સંસ્થા જરૂરિયાતમંદ બાળકો માટે શિક્ષણ, દિવ્યાંગજનો માટે મેડીકલ સર્ટિફિકેટ, શિક્ષણ, સાધન સહાય, રમતગમત, રોજગારલક્ષી તાલીમો અને તેમના પુનઃ સ્થાપન માટે સંસ્થા વર્ષોથી કાર્યરત છે. અંતરિયાળ વિસ્તારમાં વસતા દિવ્યાંગજનો સુધી સહાય પહોંચી શકે એજ અમારું લક્ષ્ય છે અને દિવ્યાંગજનોના તમામ કાર્યો માટે સમગ્ર કચ્છમાં કોઈપણ સ્થળે સહયોગ આપવાની ખાતરી તેઓએ આપી હતી. એગ્રોસેલ CSR શ્રી મગનભાઈ અને વિશાલભાઈ એ દિવ્યાંગજનોના ઉત્થાન માટે વ્યક્ત આપ્યું હતું. સોલારીસ કંપનીના પ્લાન્ડ હેડશ્રીએ હાજર રહીને દિવ્યાંગનોને પ્રોત્સાહન પુરું પાડ્યું હતું. જિલ્લા પંચાયત સદસ્ય શ્રી રશીદભાઈ, તાલુકા પંચાયત સદસ્યશ્રી દિલાવરસિંહ સોઢા, શ્રી જેસંગભાઈ કોલી, શ્રી ફઝલભાઈ, શ્રી લતીફભાઈ, શ્રી હાજીઅલાનાભાઈ, શ્રી જીલાણીભાઈ એ ખાસ હાજર રહી દિવ્યાંગ ઉત્થાનના કાર્યને બિરદાવ્યું હતું.સંસ્થાની સેવા પ્રવૃત્તિએ ખાવડા વિસ્તારના દિવ્યાંગજનોમાં ખુશી અને આત્મવિશ્વાસ ફેલાવ્યો છે. શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય ભવિષ્યમાં પણ આવી જ સેવાઓ વધુ વિસ્તારોમાં પહોંચાડવા પ્રતિબદ્ધ છે. આ પ્રસંગે સોલારીસ કેમટેક ટીમ, શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થાના એમ.ડી વિશાલભાઈ જોષી, જીગરભાઈ, રામજીભાઈ, સાહીદભાઈ, ઝકરીયાભાઈ, ગફુરભાઈ, જીતેનભાઈ, ‘રૂડા’ ફાઉન્ડેશનના રાજુભાઈ,જસુબભાઈ નોડે, ઉત્કંથાબેને, અમરાભાઈ તમામ લોકોએ જહેમત ઉપાડીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.





