GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

વિરમગામ વિધાનસભાના દેત્રોજ તાલુકાના કાંઝ ગામે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા યોજાઈ.!

તા.06/08/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

30 વર્ષના ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર ચરમશીમાએ! દરેક રજીસ્ટાર ઓફિસોમાં તમામ પેપરો હોવા છતાં રજીસ્ટાર ને અલગથી પૈસા ચૂકવ્યા વગર દસ્તાવેજની પાકી નોંધ પડતી નથી! ગુજરાતની જનતા ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે ભાજપના શાસનમાં તમામ સમાજ પર અત્યાચાર થયા અમરેલી પાયલબેન ગોટીની વાત હોય, જસદણ વિછીયામાં કોળી સમાજની વાત હોય, પેપર ફોડી યુવાનોના સપના તોડવાની વાત હોય, અમદાવાદમાં ઘરવિહોણા ઠાકોર અને માલધારી સમાજને કર્યા તેમ છતાં સંતોષ ન થયો પછી સાબરકાંઠામાં પશુપાલક અને ખેડૂતો પર ડંડા સાથે ગોળીઓ વરસાવાનું કામ ભાજપ ના નેતાઓએ કર્યું વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ કહે છે અધિકારીઓ ગાંઠતા નથી હું લોકોની સાથે રહી સરકાર સામે આંદોલન કરીશ ત્યારે રાજુ કરપડાની ટકોર માત્ર મીડિયા સામે વાતો કરવાનું બંધ કરો અને સરકાર સામે મોરચો માંડી દયો અમે તમારી સાથે છીએ! જો તમારું સરકાર પણ ના ગાંઠતી હોય અને ખરેખર તમે લોકો માટે લડવા ઇચ્છતા હોય તો 2027 માં સરકાર આમ આદમી પાર્ટીની બને છે આવી જાવ – રાજુ કરપડા

Back to top button
error: Content is protected !!