GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેરની શ્રી સરસ્વતી વિદ્યામંદિરના વિદ્યાર્થીની 1500 મીટર દોડમાં તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા.

 

તારીખ ૦૬/૦૮/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર ની શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર ના ધોરણ નવ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બારીયા ચાંદનીબેન સુરેશભાઈ શ્રી એમ.આર.હાઈસ્કુલ અડાદરા ખાતે  પાંચ મી ઓગસ્ટના રોજ SGFI (સ્કૂલ્સ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા) અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત તથા જિલ્લા રમત ગમત અધિકારી કચેરી પંચમહાલ સંચાલિત શાળાકીય રમત ગમત સ્પર્ધા ૨૦૨૫-૨૬ માં એથ્લેટિક્સ વિભાગમાં ૧૫૦૦ મીટર દોડમાં કાલોલ તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા થઈ શાળા નું ગૌરવ વધારેલ છે જે બદલ શાળા પરિવાર તેમને અભિનંદન પાઠવે છે.

 

Back to top button
error: Content is protected !!