GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ભાદરોલી બુઝર્ગ ગામે ખેતર માં ઘાસ ચારો કાપવા માટે ના પાડતાં વિકલાંગ ઈસમ ને પાવડો મારી પગ ભાગી નાખતાં પોલીસ મથકે ફરીયાદ.

 

તારીખ ૧૧/૦૮/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ભાદરોલી બુઝર્ગ ગામનાં ફરીયાદી મણીબેન જગદીશભાઈ વણકરે તેમનાં દિયર ખેતરે મજૂરીએ ગયા હતા અને એ ખેતર માં ગામનો ઈસમ ઘાસ ચારો કાપવા આવ્યો હતો જેને ઘાસ ચારો કાપવા ના પાડતા વિકલાંગ હસમુખ મીઠાભાઈ ને ડાબા પગે પાવડો મારી પગ ભાગી નાખ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર ફરીયાદી મણીબેન જગદીશભાઈ રહે, ભાદરોલી બુઝર્ગ ના દિયર એક પગે વિકલાંગ હોય તેઓ પુજાભાઈ ખુશાલભાઈ પરમાર ના ખેતર માં મજુરી કામ કરવા ગયા હતા જ્યાં એજ ખેતર માં આરોપી રાકેશસિંહ ઉદેસિંહ સોલંકી રહેવાસી, નવી નગરી,ભાદરોલી બુઝર્ગ તા.કાલોલ નાઓ ઘાસચારો કાપવા આવ્યો હતો જેને હસમુખભાઈ એ ઘાસચારો કાપવા ની ના પડતાં આરોપી રાકેશસિંહ ઉદેસિંહ સોલંકી ઉશ્કેરાઈ જઈને બાજુ માં પડેલો પાવડો વિકલાંગ હસમુખભાઈ મીઠાભાઈ ના ડાબા પગે મારી પગ ભાગી નાખ્યો હતો જે બાબતે બૂમાબૂમ થતાં અમો ફરીયાદી ને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા જ્યાં હસમુખભાઇ ને પાવડો મારી પગ ભાગી નાખ્યો હતો જેથી 108 મારફતે પ્રાથમિક સારવાર અર્થે કાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં વધું ઈજાઓ પહોંચી હતી જેથી ગોધરા સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા હાલ તેઓની ગોધરા ખાતે સારવાર ચાલુ છે જયારે ફરીયાદી ના સાહેદ ને ગંદી ગાળો બોલી જાન થી મારી નાખવા ની ધમકી આપેલ છે જે અંગેની ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોંધાવતા પોલીસે વધું તપાસહાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!