GUJARATKUTCHMANDAVI

રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે કચ્છ યુવક સંઘ સંચાલિત શ્રી.બી.બી એમ હાઈસ્કૂલ બિદડા માં રમતોત્સવનુ આયોજન.

નેશનલ સ્પોર્ટ્સ ડે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના જન્મદિવસને નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. 

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા૨૯ ઓગસ્ટ : કચ્છ યુવક સંઘ સંચાલિત શ્રી.બી.બી.એમ હાઇસ્કૂલ, બિદડા મધ્ય “નેશનલ સ્પોર્ટ્સ ડે” ની ખૂબ જ સરસ રીતે જોરદાર ઉત્સાહથી ભાવભેર ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે ૦૨- માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, કચ્છ યુવક સંઘના ફાઉન્ડર મેમ્બર – પૂર્વ પ્રમુખ અને હાલે સંરક્ષક એવા કોમલભાઈ છેડા તથા માંડવી તાલુકાની શ્યામજી કૃષ્ણ વર્મા શાળા વિકાસ સંકુલના સહ કન્વીનર રામભાઈ ભલા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેનાર આપણા લોકલાડીલા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું કોમલ ભાઈ છેડા એ સાલ તથા પુષ્પગુચ્છ વડે સ્વાગત કર્યું હતું. સાથે જ એશિયન આઈ હોસ્પિટલના ડોક્ટર હિતેશભાઈ છેડાનું સન્માન કોમલ ભાઈ તથા અનિરુદ્ધભાઈ દવે દ્વારા શાલ અને પુષ્પગુચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું. એસ.વી.એસ.ના સહ કન્વીનર શ્રી રામભાઈ નું જયશ્રીબા જાડેજાએ પુષ્પગુચ્છ વડે સ્વાગત કર્યું હતું. શાળાના વિદ્યાર્થીની કુ. શીતલબેન ગઢવી એ મેજર ધ્યાનચંદ વિશે પોતાના જુસ્સાદાર અને પ્રોત્સાહક વક્તવ્યથી વિદ્યાર્થીઓમાં જોમ ભરી દીધું હતું. ત્યારબાદ મુખ્ય મહેમાન અનિરુદભાઈ દવે પ્રસંગોચિત ઉદબોધન કરતા વિદ્યાર્થીઓને રમત ગમત દ્વારા ધ્યાન કેન્દ્રિત કરવાની શીખ આપીને વિદ્યાર્થીઓને મેજર ધ્યાનચંદની જેમ દેશભક્ત બનવાની શીખ આપી હતી. તેમના વક્તવ્ય બાદ

વિદ્યાલયના શિક્ષિકા બિન્દીબેને બધાંયને પોતાની જાતને શારીરિક રીતે તંદુરસ્ત માનસિક રીતે મજબૂત અને ભાવનાત્મક રીતે સંતુલિત બનવા તથા રમતમાં શ્રેષ્ઠતા, સન્માન અને મિત્રતાના ઓલિમ્પિક મૂલ્યોને આત્મસાત કરવાનો રમત ગમત દિવસનો સંકલ્પ લેવડાવ્યો હતો. ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે એ ટોસ ઉછાળી બહેનોની ખોખોની ટીમને રમતની શરૂઆત કરાવી હતી. ત્યારપછી તેઓએ આપણી દેશી રમત લીંબુ ચમચીની રેસને લીલી ઝંડીથી સ્ટાર્ટ આપ્યું હતું. કોમલભાઈ છેડાએ ભાઈઓની વોલીબોલ ટીમની ટોસ વિધિથી રમતની શરૂઆત કરાવી હતી. ત્યારબાદ તેમણે કોથળા દોડ ને લીલી ઝંડી આપીને રમતની શરૂઆત કરાવી હતી. ત્યારબાદ એક પછે એક રમતોનો દોર ચાલુ રહ્યો હતો. આજના દિવસે વિદ્યાલયના મોટાભાગના વિદ્યાર્થીઓએ આ રમતોમાં ભાગ લીધો હતો. આજે વોલીબોલ, કબડી, ખોખોની સાથે જ લીંબુ ચમચી અને કોથળા દોડ જેવી દેશી રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન અને વ્યવસ્થામાં શ્રી હિતેશભાઈ શિહોરા નો ખુબ મહત્વનો રોલ રહ્યો હતો. તેમની સાથે રેફરી તરીકે ખેલ સહાયક એવા કુંદનબેન તથા પ્રિયાબેને ખૂબ જ જહેમત ઉઠાવી હતી. પંચ તરીકેનું કાર્ય ટીમો નોંધવાનું , ટીમો પાડવાનું અને પાંચકાર્ય વિદ્યાલયના શિક્ષક ભાઈઓ બહેનો જયશ્રીબા સોઢા, જયશ્રીબા જાડેજા, ચેતનાબેન બિન્દીબેન, બિંજલબેન, પ્રિયાબેન, ક્રિષ્નાબેન, જીગીક્ષાબેન, ભૂમિકાબેન તથા કિરણભાઈ અને મુળજીભાઇએ કર્યું હતું. દક્ષાબેન અને ટ્વિંકલબેને ફોટોગ્રાફી કરી હતી. શાળાના ક્લાર્ક ઓ અને સહાયકો સતત ખડે પગે રહ્યા હતા. NSS સ્વયંસેવકો અને NCC ના કેડેટ્સે મેદાન સફાઈ અને મેદાન અંકનની જવાબદારે ઉપાડી હતી. સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્યના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટ મંડળે વિદ્યાર્થીઓને ખૂબ જ અભિનંદન આપ્યા હતા.

Back to top button
error: Content is protected !!