
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા-૦૮ સપ્ટેમ્બર : ગુજકોસ્ટ સાયન્સ ક્લબ આયોજીત જીલ્લા કક્ષાના National Science Seminar નુ આયોજન રિજીયોનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે તા. 06/09/25 ના રોજ કરવામા આવ્યુ હતુ. જેમા 40 થી વધુ શાળાના વિદ્યાર્થીઓ એ Quantum Age Begins: Potential and Challenges વિષય પર પોતાનુ પ્રેઝન્ટેશન રજુ કર્યુ હતુ. આ સ્પર્ધા મા સૌ પ્રથમ લેખિત કસોટી, ત્યારબાદ પ્રેઝન્ટેશન અને પછી નિર્ણાયકો દ્વારા પ્રશ્નોતરી એમ ત્રણ વિભાગ મા સારુ પ્રદર્શન કરનાર 6 વિદ્યાર્થીઓ પસંદ કરી એમનુ બીજા રાઉન્ડ મા પ્રેઝન્ટેશન રાખવામા આવ્યુ હતુ .જેમા સારસ્વતમ સંચાલિત કે.જી. સાવલા હાઈસ્કૂલ, રામાણિયાની વિદ્યાર્થિની મહેશ્વરી ડિમ્પલ અશોકભાઇ એ દ્વિતીય સ્થાન મેળવ્યુ હતુ .જેમા શાળાના આચાર્ય જયશ્રીબેન ત્રિવેદીએ માર્ગદર્શન પુરુ પાડયુ હતુ અને આશિષ ભાઇ લિયાનો સહકાર રહ્યો હતો.હવે મહેશ્વરી ડિમ્પલ સાયન્સ સિટી અમદાવાદ ખાતે રાજ્ય કક્ષા ના નેશનલ સાયન્સ સેમિનાર મા પોતાનુ પ્રેઝન્ટેશન રજુ કરશે. કચ્છ જીલ્લાના અંતરિયાળ ગામ રામાણિયા ની હાઇસ્કુલ ની આ બાળા ની જબરદસ્ત સિધ્ધી બદલ સૌ નિર્ણાયકો, આયોજકો શાળાના આચાર્ય, સમગ્ર સ્ટાફ પરિવાર એ અભિનંદન પાઠવ્યા હતા અને ખુશી વ્યક્ત કરી હતી.




