GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકા પંચાયત પાસે મોટા ખાડા સ્વીફ્ટ કાર ખાબકી મહા મહેનતે બહાર કાઢવામાં આવી ટોલ કંપનીની કામગીરી ઉપર સવાલ.

 

તારીખ ૦૯/૦૯/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

આજરોજ બપોરના સુમારે કાલોલ તાલુકા પંચાયત સામે સ્વીફ્ટ કાર મોટા ખાડામાં ફસાઈ જવા પામી હતી. હાલોલ સામળાજી ટોલ રોડ ઉપર ઠેર ઠેર ખાડામાં વાહન તાલુકો અકસ્માતનો ભોગ બને છે અથવા તો ટાયર ફાટી જવાના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર અને ટોલ કંપની માર્ગમાં પડેલા ખાડા સત્વરે પુરાણ કરાવે તેવી વાહનચાલકો અને રાહદારીઓ તથા સ્થાનિક જનતા માફ કરી રહી છે આજરોજ સ્વીફ્ટ કાર ફસાઈ જતા સ્થાનિકો અને ટીઆરબી અને હોમગાર્ડ ના જવાનો દ્વારા મહા મહેનતે આ કારને બહાર કાઢવામાં આવી હતી. હાલોલ શામળાજી ટોલ રોડ પર મોટા મોટા ખાડા પડ્યા છે અને ખાડામાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો ને ખાડા ની કોઈ ખબર પડતી નથી પરિણામે વાહનચાલકો વાહન સાથે ખાડામાં ફસાઈ જાય છે અને વાહન ચાલકો અકસ્માતના ભોગ બને છે.

Back to top button
error: Content is protected !!