જોડીયાથી પત્રકાર રમેશ ટાંક દ્વારા મળેલા અહેવાલો
જોડિયા ગામ ની ઉંડ નદી પર બનેલ મહિલાઓ માટે નો ધોબીઘાટ માત્ર ૫ વર્ષ માં વિનાશ ની નિશાની _!
જોડિયા:- વરસો થી ગામલોકો પાણી સમસ્યા થી પીડિત છે. રાજાશાહી અને લોકશાહી બને ના સમય કાળ માં ગામ માટે પાણી સમસ્યા એક ગંભીર મુદો જે વર્તમાન માટે અણઉકેલ સાબિત થઈ રહ્યો છે સરકાર ગમે જેટલી વિકાસ ના વાતો કરે પણ પાણી બાબત સરકાર દ્વારા યોજનાકીય સુવિધા આપવા છતાં સ્થાનિક પંચાયત તંત્ર નો પનો ટુકો પડે છે. જયારે થી ગામમાં પંચાયત તંત્ર નું અસ્તિત્વ ધરાવતું થયું છે તે દિવસ થી ગામમાં કયારે દૈનિક ધોરણે લોકો ને પાણી નું નસીબ થયુ નથી તંત્ર દ્વારા પાણી વિતરણ ના જુના રેકોર્ડ મુજબ હાલમાં ૮/ ૧૦ દિવસે પાણી લોકો ને નસીબ થાય છે. પાણી ની સમસ્યા મહિલાઓ માટે દૈનિક રૂપે ઉપયોગ થી વંચિત જેવી સ્થિતિ ના સામનો કરવા મજુબર છે. ઉંડ નદી પર સ્થિત મસાણિયા ચેકડેમ માં વરસાદી પાણી સંગ્રહ જે લાંબા સમય સુધી રહેતા પંચાયત તંત્ર દ્વારા સાર્વજનિક રૂપે ગામની ની મહિલા ઓ ને કપડાં ધોઈ શકે તે ઉદેશ્ય થી વર્ષ ૨૦૧૫ ની આસપાસ નદી કાંઠે ધોબીઘાટ નું નિર્માણ કરાયું હતું. તે સમય દરમ્યાન મહિલાઓ ૪.૫ વર્ષ સુધી ધોબીઘાટ નો લાભ લીધો. પછી દર વર્ષે નદી ના પુર હોનારત ની સામે ધોબીઘાટ પોતાના નું અસ્તિત્વ ટકાવી સંકયુ નહિ અને તે વખત શાસકો ને ધોબીઘાટ નું સમારકામ તરફ ધ્યાન ન આપતા હાલ ના તકે મહિલાઓ જર્જરીત ધોબીઘાટ નો ઉપયોગ કરતાં નજર ચડે છે. તૈયાર થી ગામમાં વિકાસ ના નામે લોકો વિનાશ નો અનુભવ કરી રહ્યાં છે_! રમેશ ટાંક જોડિયા. ૧૧/૯/૨૫.
જામનગર જિલ્લા શહેર કોગ્રેસ પ્રમુખે પોતાના નું જન્મ દિવસ અનોખી રીતે ઉજવયો_! મહાનગરપાલિકા નું બે શરમ તંત્ર નો જગડાવવા નો પ્રયાસ / શહેરના વરસાદી ખાડાઓ માં માટી/ મોરમ નાખી ને સમતળ,
જોડિયા :- ભાજપા ની કામ કરતી રાજય સરકાર સંચાલિત શહેર હોય યા ગામડા જે તે વિભાગ વિકાસ બાબત” સુંર્પણા લેખા”( રાવણ ની બહન) જેવી સ્થિતિ ધરાવતાં હોય છે. ગમે તેવી લોક ફરિયાદ/રજુઆત નું નજરઅંદાજ સરકારી બાબુઓ ટેવ ધરાવતાં થઈ ગયા છે. વાત કરીએ તો ચોમાસામાં દરમ્યાન જાહેર રસ્તોઓ માં પડેલ વરસાદી ખાડાઓ થી પ્રસાર થતા સામાન્ય માનવ તથા વાહન ચાલકો જીવે યા મરે સરકારી તંત્ર ને કશું ફેર પાડવાનો નથી. વિપક્ષ નું હોંહલા તંત્ર માટે સામાન્ય વાત.ચૌમાસા દરમ્યાન આવા નાટક નો સામનો કરતાં આવ્યો છે. જામનગર જિલ્લા શહેર કોગ્રેસ પ્રમુખ વિરેન્દ્ર સિંહ જાડેજા ( દિગુભા) પોતાના જન્મ દિવસ ની ઉજવણી કોગ્રેસ કાર્યકતોઓ સાથે અનોખા અંદાજ સાથે કરેલ. બિસ્માર રસ્તો અંગે રજુઆત બાદ સતાપક્ષ ને વધુ એક વખત ઢંઢોળવા માટે ના પ્રયાસ ના ભાગરૂપે શહેર ના ૭ રસ્તા સર્કલ થી ગુરુદ્વરા વવચ્ચે નો માર્ગ જે રાજકોટ-જામનગર ને જોડતા મુખ્ય માર્ગ ગણાય છે તે માર્ગ પર મસમોટા ખાડાઓ જે વાહનચાલકો માટે પારાવર મુશ્કેલીઓ ભોગવી પડે છે, ઉપરોક્ત પરિસ્થિત નને ધ્યાન માં રાખી ને શહેર પ્રમુખ સાથે કોગ્રેસ ના મિત્રો એ પાવડા.તગાળા ટેકટર માં મોરમ, માટી ભરીને ખાડાઓ નું સમારકામ કરેલ. સવારે રકતદાન કાર્યક્રમ નું આયોજન પણ કરાયું હતું ચાલું માસ મા. જીલ્લા ના વરસાદી ખાડાઓ બાબત જામજોધપુર ના આપ ના ધારાસભ્ય હેમંત ખવા દ્વારા પોતાના ના વિસ્તાર જે જામજોધપુર- જામનગર વચ્ચે ના ધોરીમાર્ગ પર મસમોટા ખાડાઓ ને કારણે ધારાસભ્ય હેમંતભાઈ ખવા એ ૧૬ કિલો મીટર ની પદયાત્રા યોજીને કુંભકર્ણ જીલ્લા તંત્ર ને જગાળવાનો પ્રયાસ કરેલ તે ઉપરાંત ચાલું વિધાનસભા માં પોતાના વિસ્તાર ના પ્રશ્નો નો રજુઆત પણ
પ્રતિબંધ માર્ગ પર જોડિયા-જામનગર વચ્ચે એસ.ટી ની મિની બસ વ્યવહાર ચાલું કરવાની માંગણી_!
જોડિયા :- ચાલું વરસે વડોદરા જિલ્લા ગંભીરા ઓવર બ્રિજ ધરાશય થતાં તે પછી સરકાર કુંભકર્ણ માં જાગૃત થઈ રાજયના તમામ ધોરીમાર્ગ ના નાનાં- મોટા પાલિકા નું સર્વે તથા નિરક્ષણ રાજ્ય નુ માર્ગ મકાન વિભાગ ના વરિષ્ઠ કાર્ય પાલક ઈંજનેર જીલ્લા કલેકટર ને સાથે કામગીરી બાદ વધુ જોખમકારક પુલિયા પર ભારે વાહનો નો અવરજવર પ્રતિબંધ મુક્યો જે જેના ભાગરૂપે જોડિયા-જામનગર વચ્ચે ધોરીમાર્ગ પર જીલ્લા તંત્ર દ્વારા ભારે વાહનો પર પ્રતિબંધ લાગું છે. જોડિયા ના પ્રજા મોટા ભાગે જામનગર સાથે દરેક ક્ષેત્રે વ્યવહાર ઘરાવે છે.જયાર થી સરકાર દ્વારા માર્ગ પર પ્રતિબંધ ને કારણે એસ, ટી, રુટ ની બસો જે જોડિયા-જામનગર વચ્ચે નો પરિવહન વાયા ઘોળ દ્વારા ચાલતા જોડિયા ના લોકો ને વઘુ સમય અને ભાડું આપવા મજબુર છે સમય અને ભાડામાં રાહત જોડિયા ના લોકો ને મળે તે હેતુ પ્રતિબંધ માર્ગ પર એસ, ટી, નિગમ દ્વારા જોડિયા-જામનગર વચ્ચે જોડિયા, કુનડ,હડિયાણા,રામપર બાલાચડી, ખિરી, સંચાણા, જાંબુડા ના લોકો પરિવહન ક્ષેત્રે એસ. ટી. સેવા નો લાભ મળી રહે તે રુટ ના ગામડાઓ ના લોકો જાગૃત થઈને ધારાસભ્ય/ સાંસદ/ રાજય ના એસ. ટી નિગમ તથા જીલ્લા એસ. ટી. ડિપો ને જયાં સુધી રજુઆત નહિ કરશો ત્યાં સુધી ઉપરોક્ત ગામડાઓ ના લોકો જાન ના જોખમ સાથે ખાનગી વાહનો માં મુસાફરી કરવાની રહેશે. જયાં સુધી જોડિયા- જામનગર વચ્ચે નવા બ્રિજ અને પુલિયા નું નિર્માણ થતાં વાર લાગશે જીલ્લા તંત્ર દ્વારા સમય મર્યાદા જાહેર કરેલ નથી ત્યાં સુધી ઉપરોક્ત ગામડાઓ ના લોકો ને એસ. ટી સેવા થી વંચિત રહેવું પડશે, સરકાર ધારે તો કંઈક રસ્તો કાઢી શકે એમ છે, _!રિપોર્ટ, રમેશ ટાંક જોડિયા. ૧૩/૯/૨૫.
પ્રતિબંધ માર્ગ પર જોડિયા-જામનગર વચ્ચે એસ.ટી ની મિની બસ વ્યવહાર ચાલું કરવાની માંગણી_!
જોડિયા :- ચાલું વરસે વડોદરા જિલ્લા ગંભીરા ઓવર બ્રિજ ધરાશય થતાં તે પછી સરકાર કુંભકર્ણ માં જાગૃત થઈ રાજયના તમામ ધોરીમાર્ગ ના નાનાં- મોટા પાલિકા નું સર્વે તથા નિરક્ષણ રાજ્ય નુ માર્ગ મકાન વિભાગ ના વરિષ્ઠ કાર્ય પાલક ઈંજનેર જીલ્લા કલેકટર ને સાથે કામગીરી બાદ વધુ જોખમકારક પુલિયા પર ભારે વાહનો નો અવરજવર પ્રતિબંધ મુક્યો જે જેના ભાગરૂપે જોડિયા-જામનગર વચ્ચે ધોરીમાર્ગ પર જીલ્લા તંત્ર દ્વારા ભારે વાહનો પર પ્રતિબંધ લાગું છે. જોડિયા ના પ્રજા મોટા ભાગે જામનગર સાથે દરેક ક્ષેત્રે વ્યવહાર ઘરાવે છે.જયાર થી સરકાર દ્વારા માર્ગ પર પ્રતિબંધ ને કારણે એસ, ટી, રુટ ની બસો જે જોડિયા-જામનગર વચ્ચે નો પરિવહન વાયા ઘોળ દ્વારા ચાલતા જોડિયા ના લોકો ને વઘુ સમય અને ભાડું આપવા મજબુર છે સમય અને ભાડામાં રાહત જોડિયા ના લોકો ને મળે તે હેતુ પ્રતિબંધ માર્ગ પર એસ, ટી, નિગમ દ્વારા જોડિયા-જામનગર વચ્ચે જોડિયા, કુનડ,હડિયાણા,રામપર બાલાચડી, ખિરી, સંચાણા, જાંબુડા ના લોકો પરિવહન ક્ષેત્રે એસ. ટી. સેવા નો લાભ મળી રહે તે રુટ ના ગામડાઓ ના લોકો જાગૃત થઈને ધારાસભ્ય/ સાંસદ/ રાજય ના એસ. ટી નિગમ તથા જીલ્લા એસ. ટી. ડિપો ને જયાં સુધી રજુઆત નહિ કરશો ત્યાં સુધી ઉપરોક્ત ગામડાઓ ના લોકો જાન ના જોખમ સાથે ખાનગી વાહનો માં મુસાફરી કરવાની રહેશે. જયાં સુધી જોડિયા- જામનગર વચ્ચે નવા બ્રિજ અને પુલિયા નું નિર્માણ થતાં વાર લાગશે જીલ્લા તંત્ર દ્વારા સમય મર્યાદા જાહેર કરેલ નથી ત્યાં સુધી ઉપરોક્ત ગામડાઓ ના લોકો ને એસ. ટી સેવા થી વંચિત રહેવું પડશે, સરકાર ધારે તો કંઈક રસ્તો કાઢી શકે એમ છે, _!રિપોર્ટ,રમેશ ટાંક જોડિયા ,,૧૩/૯/૨૫.
જોડિયા ના સતાધીશો ને ગામ પ્રતિ લાગણી મરી ચુકી છે _!
જોડિયા :- રાજય ના અનેક એવા ગામડાઓ છે જે વિકાસ સાથે પ્રજા ને સરકારી યોજના ની તમામ સુવિધા આપીને બીજા ગામો માટે પ્રેરણા આપી રહી છે. પરંતુ અફસોસ ની વાત તો એ છે કે જયાર થી જોડિયા માં લોકતાંત્રિક વ્યવસ્થા લાગું પડી છે ત્યારથી અત્યાર સુધી સતાધીશો એ જોડિયા ને દુનિયા માની બેઠી છે. જોડિયા થી બહાર ગુજરાત ના અમુક ગામડાઓમાં નું વિકાસ મોડલ જે પંચાયત રાજ ને પ્રેરણા આપી શકે ,તેવાં આદર્શ ગામો ની મુલાકાત લેવા માટે જોડિયા ગ્રામ પંચાયત બોડી કયારે તસ્દી લીધી નથી. આજ સુધી એક બે ઈમાનદાર સરપંચ ને બાદ કરતાં પંચાયત સતાધીશો નું એક જ લક્ષ્ય વિકાસ ના નામે સરકારી યોજના નાં ટકાવારી ને મહત્વ ના ચકકર માં લોકો ની સુવિધા સાથે ખેલવાડ પંચાયત બોડી કરતી રહી. એક સમય જોડિયા ની છાપ અરબ અને અફિકા સુધી પ્રસરી હતી.તે વખત દાતાઓ જોડિયા ના વિકાસ માટે સિંહફાળો થકી ગામ લોકો ખુશ હતા પરંતુ જયાર થી પંચાયત રાજ અસ્તિત્વ આવતા તે દિવસ થી જોડિયા નું દુર્દશા ના અમંગળ નો પ્રારંભ લખાય ગયો હતો. તયાર થી જોડિયા પુ:ન ભુતકાળ નું વાપસી કરી રહેલ.હવે ના સમય માં ગામના આગેવાનો તથા રાજકારણ પ્રામાણિક રહયુ નથી.એક બીજા પોતાના ના સ્વાર્થ જાળવી રાખવા માટે રાજનિતી સાથે મૈત્રી ભાવ જગજાહેર છે. ગામની નવી પેઢી માટે જોડિયા ગામની ઉન્નતિ અને વિકાસ લોકતંત્ર માં” મુંગેરી લાલ કે હસીન સપને” જેવું રાત ને બદલે દિવસ માં જેવી સ્થિતિ નો અનુભવ કરવો પડશે. આ યુગ માં જોડિયા ની પ્રગતિ શકય નથી, ઈશ્વર ની કૃપા હશે તો “કંલકી યુગ “માં શાયદ જોડિયા ની ખુશહાલી પાછી આવી શકે. _!. રિપોર્ટ, રમેશ ટાંક જોડિયા, ૧૩/૯/૨૫.
ગુજરાત માં સરકારી અને ગૈર સરકારી દબાણો સામે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ નું શહ શરમ રાખવ વગર બુલડોઝર ની કાર્યવાહી ચાલુ છે_!
આશ્ચર્ય વચ્ચે જોડિયા સહિત તાલુકા ના ગામડાઓ અતિક્રમણ થી બકાત */તંત્ર કોની લાજ કાઢે છે,
જોડિયા :- લોકતંત્ર માં વ્યાપક રુપે સતાધીશો/ અધિકારીઓ ની મીઠી નજર હેઠળ ગામની ગૌચર અને ખરાબા જેવી જમીન પર ભૂમાફિયાઓ દ્વારા ” સબ ભુમિ ગોપાલ ” સમજીને ખુલ્લેઆમ તંત્ર ને પડકાર આપીને ગૈર કાયદેસર દબાણ કરીને જલસા કરી રહ્યા છે. જોડિયા માં અમુક અસામાજીક તત્વો દ્વારા ગૌચર અને ખરાબો ખેડી ને ખેતી કરી રહ્યાં છે. છતાં સ્થાનિક પ્રશાસન નું આંખ આડા કાન ની નિતિ સંદેહ ના દાયકામાં. તંત્ર આશ લગાવી ને બેઠું છે કોઈ તો લેન્ડ ગ્રેબીગ ની ફરિયાદ કરે તો જ કાર્યવાહી માટે કુંભકર્ણ થી જાગવું. જોડિયા સહિત ગામડાઓ કોઈ સત્યવાદી ના દિકરા નથી જે ભૂમાફિયાઓ સામે નોળ ભરાવી શકે. બીજા ના ભરોસો ના બદલે તંત્ર પાસે સરકારી ચોપડે કેટલી ગોચર અને ખરાબો કયાં કયાં કી જગહ મોજુદ છે વર્ષ માં એક વાર સર્વે ની કામગીરી દ્વારા અતિક્રમણ ની કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ તંત્ર પણ શું કરે, ઉપલાં લેવલ રુક જાવો સામે મજબુરી નામ મહાત્મા ગાંધી. અંતે શરણાગતિ સિવાય છુટકો નહિ. એકાદ બે વર્ષ પહેલાં તંત્ર દ્વારા જોડિયા ના બંદર રોડ પર એક જ્ઞાતિ સમુહ ના ધાર્મિક સ્થળ ને અતિક્રમણ નામે નોટિસ પાઠવવામાં આવી હતી. જે અતિક્રમણ દુર કરવા ની વાત દુર રહી. ઉપરોક્ત કાર્યવાહી સામે સતાપક્ષ ને વોટ બેંક કયાં હાથે નિકળી જાય તેવા ભય ને કારણે સમગ્ર મામલો રફેદફે થતાં સતાપક્ષ/ દબાણ કર્તા બને ખુશ અને પ્રશાસન ના માંઠે ધાત ગઈ તેવુ જોડિયા નો માહોલ બન્યો છે. _! રિપોર્ટ, રમેશ ટાંક જોડિયા. ૧૪/૯/૨૫.