
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી: કુદરતની કરામત, શિયાળામાં પણ જોવા મળ્યું મેઘધનુષ ,વહેલી સવારે પશ્ચિમ દિશામાં જોવા મળ્યું મેઘધનુષ
હવામાન વિભાગની આગાહીને પગલે અરવલ્લી જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી જેને લઈને અરવલ્લી જિલ્લાની અંદર કેટલાક વિસ્તારોમાં આગાહીને પગલે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે ખેતી પાકને પણ નુકસાન પહોંચ્યું હતું તો બીજી તરફ એક કુદરતી નજારો જોવા મળ્યો હતો. જાણે કે કુદરતની કરામત હોય તે રીતે શિયાળામાં પણ મેઘધનુષ જોવા મળતા કુતૂહલ સર્જાયું હતું જેમાં આજરોજ વહેલી સવારે પશ્ચિમ દિશાની અંદર આ મેઘ ધનુષ જોવા મળ્યું હતું. જાની વાલા પીનારા જેની મેઘધનુષ તરીકે ઓળખવામાં આવે છે જે કુલ સાત રંગ હોય છે ત્યારે શિયાળામાં જ કુદરતની કરામત પશ્ચિમ દિશામાં જોવા મળતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું અનેક સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું ખાસ કરીને મેઘધનુષ ચોમાસાની ઋતુમાં જોવા મળે છે પરંતુ શિયાળામાં મેઘધનુષ જોવા મળતા કુદરતી નજારો જોવા મળ્યો હતો





