SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણ વિધાનસભામાં મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાનની પૂર્વ તૈયારી માટે બેઠક યોજાઈ

તા.07/11/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી તેમજ હરિયાણાના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ધનખડજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વઢવાણ વિધાનસભામાં મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન અંતર્ગતની કાર્યશાળાની પૂર્વ તૈયારી માટે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં વઢવાણ વિધાનસભા ક્ષેત્રમાં મતદાર યાદી સુધારણા અભિયાનને સફળ બનાવવા માટેની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યશાળાની પૂર્વ તૈયારી માટેની બેઠકમાં સુરેન્દ્રનગર જીલ્લા ભાજપના અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ચૌહાણ, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, વઢવાણ વિધાનસભાના SIR પ્રભારી ઘનશ્યામભાઈ ગોહિલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રશેખરભાઈ દવે, ઇન્ચાર્જ વનરાજસિંહ રાણા, વઢવાણ વિધાનસભાના BLA 1 રાકેશભાઈ ખાદલા, વઢવાણ ગ્રામ્ય મંડલ પ્રમુખ ઘનશ્યામભાઈ વસવેલીયા, શહેર તથા ગ્રામ્યના મહામંત્રીઓ તથા ટીમ, સંયોજકો અને બુથ પ્રમુખઓ સહિતના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકનો હેતુ મતદાર યાદીમાં ભૂલો સુધારીને અને નવા મતદારોની નોંધણી કરીને તેને વધુ સચોટ અને વ્યાપક બનાવવાનો હતો જેથી આવનારી ચૂંટણીઓમાં કોઈ મતદાર તેના મતાધિકારથી વંચિત ન રહે.

Back to top button
error: Content is protected !!