CHOTILAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOTHANGADH

ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ચોટીલા, મુળીમાં ખનીજ ચોરી અટકાવવા મહત્વપૂર્ણ બેઠક યોજાઇ

તા.12/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ચોટીલા નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાના અધ્યક્ષ સ્થાને ચોટીલા ખાતે એક મહત્ત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક ચોટીલા સબ ડિવિઝન હેઠળ આવતા ચોટીલા, મૂળી, અને થાનગઢ તાલુકાના એ ગામોના સરપંચઓ અને તલાટી કમ મંત્રીઓ માટે હતી જ્યાં ગેરકાયદેસર ખનિજ ચોરીની પ્રવૃત્તિઓ મોટા પાયે થતી હતી.ચોટીલા નાયબ કલેક્ટરે બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેમના દ્વારા આકસ્મિક તપાસણીઓ કરીને ખનિજ ચોરીના સ્થળોને બંધ કરાવવામાં આવ્યા છે તેમણે તમામ સરપંચો અને તલાટીઓને હવે પછી તેમના ગામોમાં ખનિજ ચોરી પુનઃ ચાલુ ન થાય તે માટે સતત તકેદારી રાખવાની સૂચના આપી હતી જો ફરીથી ખનિજ ચોરી થતી હોવાનું ધ્યાને આવે તો અધ્યક્ષ દ્વારા આપેલી સૂચના મુજબ તાત્કાલિક અને કડક અમલવારી કરવા માટે આદેશ કર્યો હતો વધુમાં બેઠકમાં ગૌચર અને અન્ય સરકારી પડતર જમીન પરના દબાણોના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી નાયબ કલેક્ટરે મામલતદારઓ અને તાલુકા વિકાસ અધિકારીઓને આ દબાણો તાત્કાલિક અસરથી દૂર કરવા અને દબાણ કર્તાઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ સખત કાયદાકીય કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપી હતી આ બેઠકમાં ચોટીલા, મૂળી અને થાનગઢના મામલતદારઓ અને તાલુકા વિકાસ અધિકારીઓ, તેમજ થાનગઢ, તરણેતર, મોરસલ, સરા, વેલાળા(સા) સહિત ૪૮ ગામોના સરપંચો અને તલાટી કમ મંત્રીઓ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!