પી.એમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય, ગોધરા ખાતે જનજાતીય ગૌરવ પખવાડાની ઉજવણી કરાઈ

પંચમહાલ ગોધરા
નિલેશકુમાર દરજી પંચમહાલ
પી.એમ.શ્રી કે.વી.ગોધરા ખાતે તારીખ ૧ થી ૧૫ નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ પખવાડાના અંતર્ગત વિવિધ સર્જનાત્મક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં આદિવાસી સમુદાયના મહાનાયકો પ્રત્યે ગૌરવની ભાવના, સાંસ્કૃતિક જાગૃતિ અને રાષ્ટ્રીય એકતાનું સંવર્ધન કરવો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક વોલ પેઈન્ટિંગ, ભાષણ સ્પર્ધા, કવિતા પાઠ, નિબંધ લેખન, આદિવાસી નૃત્ય તથા નુકડ નાટક જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. દરેક પ્રવૃત્તિએ આદિવાસી વારસો, પરંપરા અને મૂલ્યોને ઉજાગર કર્યા હતા.વિદ્યાર્થીઓના ઉત્સાહ અને સર્જનાત્મકતાને વધાવવા માટે શિક્ષકમંડળે સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું હતું. વોલ પેઈન્ટિંગ દ્વારા આદિવાસી જીવનશૈલીના રંગીન દ્રશ્યો રજૂ થયા હતા., ભાષણ અને કવિતા પાઠ દ્વારા બિરસા મુન્ડા જેવા આદિવાસી નેતાઓના યોગદાન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, જ્યારે આદિવાસી નૃત્ય અને નુકડ નાટક દ્વારા લોકસંસ્કૃતિની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે પ્રાચાર્ય રૂપકિશોર ચૌધરીએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે જાનજાતીય ગૌરવ પખવાડા જેવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ગૌરવ, સામાજિક જાગૃતિ અને સંસ્કૃતિ પ્રત્યે આદરની ભાવના વિકસાવે છે. તેમણે વિદ્યાર્થીઓને પોતાની સાંસ્કૃતિક મૂળોને જાળવી રાખીને રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા.






