ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ માં વધુ એક વેપારી ને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દંડ ફટકાર્યો – અંબિકા સેલ્સ નામની ખાદ્ય ચીજોનો વેપાર કરતી પેઢીને 10 હજાર નો દંડ 

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

મેઘરજ માં વધુ એક વેપારી ને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દંડ ફટકાર્યો – અંબિકા સેલ્સ નામની ખાદ્ય ચીજોનો વેપાર કરતી પેઢીને 10 હજાર નો દંડ

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા ખાતે આવેલ અંબિકા સેલ્સ નામની ખાદ્ય ચીજોનો વેપાર કરતી પેઢીની ફૂડ સેફટી ઓફિસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર હિંમતનગરનાઓ દ્વારા તપાસણી કરવામાં આવતા તપાસણી દરમ્યાન બીલીસન પેકેજ ડ્રિંકિંગ વોટર નું સેમ્પલ લેવામાં આવેલ. જે સેમ્પલ ફૂડ એનાલિસ્ટ શ્રી, વડોદરા દ્વારા સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ હોય ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ રેગ્યુલેશન 2006 ની કલમ મુજબ ગુનો બનેલ હોય જરૂરી કાર્યવાહી કરવા કેસના કાગળો  ડી. વી. મકવાણા એડજ્યુડીકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર અરવલ્લી અરવલ્લીની કોર્ટમાં રજૂ થતા રજૂ થયેલ દલીલો સાંભળી ગુના અંગે તકસીરવાર ઠરાવી આ કેસના સામેવાળા-1 જૈન રતનલાલ લક્ષ્મીલાલ, અંબિકા સેલ્સ ને વેચાણ બદલ રુપિયા ૧૦,૦૦૦ (દસ હજાર) તેમજ સામાવાળા –૨  રમેશભાઈ નાથાભાઈ ચાંગેલા ને ઉત્પાદન બદલ રુપિયા ૫૦,૦૦૦/(પચાસ હજાર રૂપિયા) નો દંડ કરતો હુકમ કરવામાં આવ્યો.

Back to top button
error: Content is protected !!