જંત્રાલ ગામે ગટરના પાણી રોડ પર ફરી વળતાં ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા,તંત્ર સામે સ્થાનિકોમાં રોષ,વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય.

તારીખ ૦૨/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના જંત્રાલ ગામની જ્યાં ગામના રસ્તા ઉપર ગટરોના પાણી ફરી વળતાં ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હોય રોગચાળો ફેલાય તેવી હાલત છે અને ગામની હાલત એટલી બધી ખરાબ હાલત થઈ ગઈ છે કે રાહદારીઓને વાહન ચાલકોને અને સ્કૂલે જતા બાળકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ગામના નાગરિકો દ્વારા જાતે જ ગટરના પાણીનો નિકાલ કરતા હોય તેવો સોશિયલ મીડિયામા વિડીયો વાયરલ થતા ગામના નાગરિકોએ અનેક વાર ગામના સરપંચ અને તલાટીને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કામ કરવામાં આવતું નથી વધુમાં ગામના નાગરિકો એ જણાવ્યું હતું કે સરપંચ દ્વારા એવું કહેવામાં આવે છે કે આગળ અમારું કોઈ સાંભળતું નથી અને અમને પૂરી ગ્રાન્ટ નથી આપતા તો અમે કામ કેવી રીતે કરીએ ગટરના પાણી ભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે, ‘ઘણા મહિનાથી ગટર ઊભરાવાની સમસ્યાને લઈને તંત્ર ને અનેક વાર રજૂઆત કર્યા છતા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. જ્યાં નજીકમાં શાળા આવેલી છે તો વિદ્યાર્થીઓને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બની અનેક વખત નાના બાળકોનાં પગ લપસી જતાં ગંદા પાણીમા પડવાનાં બનાવો પણ બન્યા છે.ત્યારે જાહેર રોડ રસ્તાઓ પર ગટરના ગંદા પાણીની સમસ્યાનો કાયમીધોરણે નીકાલ લાવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે.








