GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણ શહેર વિસ્તારમાંથી રાત્રી દરમ્યાન ઓવરલોડ ખનિજ ભરેલા વાહનો પસાર થતા રોષ ફેલાયો

અવરલોડ ભરેલા ડમ્પરો પસાર થવા ઉપર પ્રતિબંધ મૂકવા માંગ ઉઠવા પામી

તા.02/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ સીટી વિસ્તારમાંથી મોડી રાત્રે અને વહેલી સવારે અવરલોડ ખનીજ ભરેલા વાહનો પસાર થઈ રહ્યા છે ખાસ કરીને ખનીજ માફિયાઓ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી કરવામાં આવી રહી છે અને કરોડો રૂપિયાની કાળી કમાણી કરવામાં આવી રહી છે હાઈવે ઉપર તંત્રની ટીમો દ્વારા મધ્યરાત્રી સુધી ચેકિંગ કામગીરી કરવામાં આવતી હોય છે અને દરોડા પણ પાડવામાં આવતા હોય છે ત્યારે હવે ખનીજ માફિયાઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોના રસ્તા અને માર્ગોનો ઉપયોગ કરી અને ખનીજ ભરેલા વાહનો પસાર કરવા માટે પ્રયોગો શરૂ કરવામાં આવ્યા છે ક્યારે વઢવાણ સીટી વિસ્તારમાંથી ખનીજ ભરેલા વાહનો પસાર કરવામાં આવી રહ્યા છે વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં લોકોની અવર જવર સૌથી વધુ રહેતી હોય છે ત્યારે વાહનોની અવર જવર પણ સૌથી વધુ રહેતી હોય છે અને સીટી બસ સ્ટેન્ડનું સ્ટેન્ડ પણ વઢવાણ ધોળીપોળ વિસ્તાર આપવામાં આવ્યો છે એટલે આ વિસ્તારમાં લોકોની અવર જવર વધુ પડતી રહેતી હોય અને ખનીજ ભરેલા મોટા ડમ્પરો પસાર થતા હોવાના કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે તાજેતરમાં જ ડમ્પર ચાલકોએ વઢવાણ નજીક અકસ્માતો સર્જી અને લોકોના જીવ પણ લઈ લીધા છે ત્યારે ખનીજ માફિયાઓ દ્વારા ખનીજ ચોરી બેફામ કરવામાં આવી રહી છે અને અવરલોડ ભરેલા ડમ્પરો તંત્રની ટીમો ઝડપી લેવાની ડરે શહેરી વિસ્તારોમાંથી પસાર કરવામાં આવી રહ્યા છે ત્યારે સીટી વિસ્તારમાંથી પસાર થતા ડમ્પર ઉપર રોક લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે વઢવાણના માળોદ રોડ અને વાઘેલા રોડ ઉપરથી આવા પ્રકારના ડમ્પરો સીટી વિસ્તારમાંથી પ્રવેશ મેળવી રહ્યા છે ત્યારે વાહન ચાલકો સાથે અકસ્માતો પણ સર્જી રહ્યા છે ત્યારે અગામી દિવસોમાં તંત્રની ટીમો દ્વારા આ રોડ ઉપર પણ ચેકિંગ કરી અને સીટી વિસ્તારમાંથી ખનીજ ભરેલા ડમ્પર ઉપર પ્રતિબંધ મૂકવાની માંગ પણ ઉઠી છે.

Back to top button
error: Content is protected !!