GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOTHANGADH

સુરેન્દ્રનગર જિલ્લામાં સીલીકોસીસે ટુંકા ગાળામાં 2 સગાભાઈ સહીત 5 કામદારોનો ભોગ લીધો.

તા.14/12/2025/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલ થાનના સીરામીક ઉધ્યોગમાં કામ કરતા આધાર ધીરૂભાઈ, દાણા ગોપાલભાઈ અને પરમાર રણજીતભાઈના એક મહીનાના ટુંકા ગાળામાં અવસાન થયુ હતું તેમના અવસાન અનુક્રમે તારીખ – 24/10/2025, 14/11/2025 અને 05/11/2025 ને દિવસે થયા હતા આ ત્રણેય કામદારો કારખાનામાં કામ કરતા હતા જ્યાં ફેક્ટરી એક્ટ લાગુ પડતો હતો અને ફેક્ટરી એક્ટનું પાલન થયું હોત તો આ કામદારોને સીલીકોસીસ લાગુ પડ્યો ન હોત આવી જ રીતે ધાંગધ્રામાં પથ્થરમાંથી ભગવાનની મુર્તી ઘડનાર એક જ પરીવારના બે સગાભાઈ પૈકી એક ભગીરથભાઈ વિનોદભાઈ તારીખ 26/11/2025 ના રોજ નાની વયે સીલીકોસીસથી મૃત્યુ પામ્યા હતા અગાઉ થોડા સમય પહેલા તેમના જ સગાભાઈ ઋષિકભાઈ પણ સીલીકોસીસના કારણે મૃત્યુ પામ્યા હતા એક જ પરીવારમાં મુખ્ય કમાનાર વગર વ્રુધ્ધ વીનુભાઇ સોમપુરા અને તેમના પત્ની આર્થિક અને માનસિક રીતે પડી ભાંગ્યા છે પરીવારના બાળકોને પૂરતું પોષણથી લઈ ભણતર માટે પરીવાર પાસે પૈસા નથી ભગીરથના બે સંતાન – ૧૨ વર્ષની વિધી અને ૮ વર્ષનો જૈનીલ તેમજ પુત્રવધુ યોગીતાબેનના ભરણ પોષણ અને શીક્ષણની જવાબદારી હવે વીનુભાઇ શી રીતે સંભાળતા હશે અને આવનારા દિવસોમાં શી રીતે સંભાળશે તે મોટી ચીંતાની વાત છે સુરેન્દ્રનગરમાં સીલીકોસીસ કામદારોની મોત થવાની ખબર સતત જોવા મળતી રહે છે તે અંગે માનવ અધીકાર પંચ દ્વારા પણ કલેકટરને સમન્સ મોકલેલ હોય તથા સીલીકોસીસ પીડીત સંઘ, થાન અને ધ્રાંગધ્રાએ ફેક્ટરી ઇન્સ્પેકટરથી લઈ કલેકટરને પીડીતોના સહાય વળતર માટે રજૂઆત કરતું રહે છે પરંતુ હજી પણ મૃત્યુ પામનાર સીલીકોસીસ પીડીતોનો પરીવાર દુખમય જીવન જીવે છે સીલીકોસીસ એક જીવલેણ વ્યવસાયીક બિમારી છે પણ તે અટકાવી શકાય તેમ છે તે માટે સરકારે તેમજ સમાજે જાગવાની જરુર છે સરકારે પ્રજાને આરોગ્ય શીક્ષણ પુરું પાડી, કાયદા ઘડી, તેનું પાલન કરાવી સીલીકોસીસ અટકાવવાનો છે અને જે કાયદાનો અમલ કરતા ન હોય તેમને કડક સજા કરાવીને પણ માલીકોને તેમની જવાબદારીનું ભાન કરાવવું પડે કોઇનો જીવ લઇને ધંધો કરાય નહી તે સામાન્ય નાગરીકી સમજ છે જીવવાનો હક્ક દરેકને છે અને તે બંધારણની કલમ ૨૧ મુજબનો મહત્વનો માનવ અધીકાર છે જેનું જતન સરકારે કરવાનું છે.

Back to top button
error: Content is protected !!