GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર ગામના દબાણમાં આવ્યો નવો વળાંક.સીટી સર્વે ની દેખાવ પૂરતી કામગીરીથી અરજદાર નારાજ.પૂરાવા સાથે વિવિધ કચેરીઓમાં લેખિત રજુઆત.

 

તારીખ/૧૭/૧૨/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં સીટી સર્વે દ્વારા તારીખ ૧૫/૧૨/૨૦૨૫ ના રોજ સીટી સર્વે દ્વારા માત્ર ઓટલા નું દબાણ દૂર કરવામાં આવ્યું હોય તેવા આક્ષેપો સીટી સર્વે ની નકલ મુજબ દબાણ દૂર નથતા અરજદાર માં ભારે નારાજગી

વેજલપુર ગામે આવેલ સીટી સર્વે નંબર ૩૩૩/બ જેનું ક્ષેત્રફળ ૨૨૩.૨૪૬૭ આવેલ હોય અને આટલો મોટો સર્વે નંબર માં કોમર્શિયલ નું મસમોટું દબાણ હોવા છતાં સીટી સર્વે ના અધિકારી દ્વારા માત્ર દેખાવ પૂરતું ઓટલા નું દબાણ દૂર કરી દબાણ કરતા સાથે સાંઠગાંઠ કરી કોમર્શિયલ દબાણ ને બચાવવાનો પ્રયાસ કર્યો છે જેથી ઉચ્ચ કક્ષાના અધિકારી ઓની પેનલ ટિમ દ્વારા માપણી કરી દબાણ દાર તેમજ સીટી સર્વેના અધિકારી સામે કાર્યવાહી કરવા ની માંગ કરાઈ વેજલપુર ગામે આવેલ સીટી સર્વે નંબર ૩૩૩/બ જેનું ક્ષેત્રફળ ૨૨૩.૨૪૬૭ સર્વે નંબર માં રણછોડરાય વાસણ ભંડાર નામની દુકાન આવેલ હોય જેમાં કોમર્શિયલ નું મસમોટું બાંધકામ નું દબાણ હોવા છતાં સીટી સર્વે ના અધિકારી દ્વારા તારીખ ૧૫/૧૨/૨૦૨૫ ના રોજ માત્ર દેખાવ પૂરતું ઓટલા નું દબાણ દૂર કરી દબાણ કરતા સાથે સાંઠગાંઠ કરી કોમર્શિયલ દબાણ ને બચાવવાનો પ્રયાસ કર્યો છે અરજદાર દ્વારા છેલ્લા ઘણા સમયથી વિવિધ કચેરીઓમાં તેમજ તાલુકા સ્વાગત માં લેખિત પુરાવા સાથે રજુઆત કરવામાં આવી હતી અને હાલમાં પણ નકલ તેમજ નક્ષા સાથે રજૂઆત કરવામાં આવી છે કે વેજલપુર ગામે આવેલ ઘૂસર રોડ ટચ આવેલ સરકારી મિલકત જેનો સીટી સર્વે નંબર ૩૩૩/બ આવેલ છે અને સીટી સર્વેની મોકાની જગ્યા આવેલ છે જેની હાલ બજાર કિંમત ઘણી બધી છે સીટી સર્વેની મોકાની જગ્યા ઉપર કેટલાક વર્ષોથી કોમર્શિયલ બાંધકામ કરી તેમાંથી લાખો રૂપિયા ની કમાણી કરવામાં આવી રહી છે તેમ છતાં સીટી સર્વે દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેમજ તેના ઉપર કોમર્શિયલ બાંધકામ નું દબાણ પણ દૂર કરવામાં આવતું નથી જેથી અરજદાર દ્વારા ઘણા સમયથી વિવિધ કચેરીઓમાં તેમજ તાલુકા સ્વાગત માં લેખિત પુરાવા સાથે રજુઆત કરવામાં આવી છે કે વેજલપુર ગામે આવેલ ઘૂસર રોડ ટચ આવેલ સરકારી મિલકત સીટી સર્વે નંબર ૩૩૩/બ છે અને તેનું ક્ષેત્રફળ ૨૨૩.૨૪૬૭ છે અને સીટી સર્વેની મોકાની જગ્યા માં કોમર્શીયલ બાંધકામ કરવામાં આવેલ છે જેથી આ પ્રશ્ન તાલુકા સ્વાગત માં લેવાયો હતો તેમાં સ્ટેમ્પ ડયુટી કલેકટર દ્વારા તારીખ ૨૮/૧૦/૨૦૨૫ ના રોજ સીટી સર્વેના અધિકારી ને એક દિવસ માં દબાણ દૂર કરવાના આદેશ આપ્યો હતો તેમ છતાં સીટી સર્વેના અધિકારી દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું નહતું જેથી અરજદાર દ્વારા ફરી તાલુકા સ્વાગત માં રજુઆત કરવામાં આવી હતી જેથી પ્રાંત અધિકારી દ્વારા તારીખ ૨૬/૧૧/૨૦૨૫ ના રોજ સીટી સર્વેના અધિકારી ને કડક સુચના આપવામાં આવી હતી કે પંદર દિવસ માં દબાણ દૂર કરી દેવા જેથી સીટી સર્વે ના અધિકારીઓ એ તારીખ ૧૫/૧૨/૨૦૨૫ ના રોજ માત્ર ઓટલા નું દબાણ તોડી ને અરજદાર તેમજ સરકાર ને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે અને દબાણ દાર ને કેમ બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેના પાછળ નું કારણ જાણી શકાયું નથી તેવા આક્ષેપો અરજદાર દ્વારા કરવામાં આવ્યા છે અને સાથે સાથે જણાવ્યું છે કે વેજલપુર ગ્રામ પંચાયત માં આદિવાસી મહિલા સરપંચ અભણ હોય તેઓને કાયદાનું કોઈ જ્ઞાન નહોય જેથી ડેપ્યુટી સરપંચ પતિ દ્વારા વહીવટ કરવામાં આવતો હોય જેથી ડેપ્યુટી સરપંચ પતિ દ્વારા કોમર્શિયલ નું મસમોટું દબાણ કરવામાં આવેલ છે અને વેજલપુર ગ્રામ પંચાયત નો વહીવટ તેઓ દ્વારા ચલાવવામાં આવતો હોય જેથી ઉચ્ચ કક્ષાના અધિકારી ઓની પેનલ ટિમ રચના કરી નકલ મુજબ માપણી કરી તાત્કાલિક દબાણ દૂર કરવામાં આવે તેમજ દબાણ દાર અને સીટી સર્વેના અધિકારી સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો અરજદાર ને ના છૂટકે ગુજરાત હાઈકોર્ટે માં પિટિશન દાખલ કરવાની ફરજ પડશે તેવું લેખિત માં જાણ કરવામાં આવી છે એક તરફ ભારતીય જનતા પાર્ટી ગતિશીલ ગુજરાત ની વાતો કરે છે ત્યારે બીજી તરફ સીટી સર્વેના અધિકારીઓ દબાણ દારોને પોત્સાહન આપી રહયા હોય તેવા આક્ષેપો થઈ રહયા છે જેથી ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા સીટી સર્વે ની નકલ મુજબ ૩૩૩/બ તેનું ક્ષેત્રફળ ૨૨૩.૨૪૬૭ માપણી કરી સીટી સર્વેના અધિકારી ખોટી માપણી કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરશે ખરા તેમજ વેજલપુર ગામે આવેલ સીટી સર્વેનું દબાણ તોડી ખુલ્લું કરશે.? કે પછી દબાણ દારો ને પ્રોત્સાહન આપી છૂટો દોર અપાશે.!? તે જોવું રહયુ.

Back to top button
error: Content is protected !!