સુરેન્દ્રનગરના જસાપરના પાટિયા પાસે શિવાલય સેલ્ટર હોમ ખાતે માનવતા મહોત્સવનું ફરી એકવાર આયોજન કરવામાં આવ્યું.

તા.04/01/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
લીંબડી અજરામર સંપ્રદાયના આચાર્ય ભગવંત પૂ.રૂપ-નવલ-રામ ગુરૂદેવોના કૃપાપાત્ર સુશિષ્ય પૂ.આચાર્ય ગુરુદેવ ડો.પ્રકાશચંદ્રજી સ્વામી માનવતા મહોત્સવ આયોજન કર્યું હતું આ આયોજનનો મુખ્ય હેતુ શિવાલયમાં રહેતા નિરાધાર લોકો માટેનો હતો શિવાલય સેલ્ટર હોમ છેલ્લા ઘણા વર્ષોથી નિરાધાર લોકોની સેવા કરતો એક ખૂબ જ સુંદર સેલ્ટર હોમ છે આના સ્થાપક નીતાબેન જાની વર્ષોથી અહીંયા સેવાનો યજ્ઞ કરી રહ્યા છે આ માનવતા મહોત્સવમાં જૈન સમાજ દ્વારા આ સેલ્ટર હોમના નિરાધાર લોકો માટે એક સુંદર આયોજન કર્યું હતું આયોજનની તમામ રકમ શિવાલયના લાભાર્થે ઉપયોગ કરવા માટે આયોજન કર્યું હતું આ આયોજનમાં સુરેન્દ્રનગર થાન લીંબડી ચોટીલા અમદાવાદ તેમજ કચ્છથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમના સફળ બનાવવા માટે શિવાલય પરિવારે ભારે જહેમત ઉઠાવી ઠવવી હતી.




