
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૦૪ જાન્યુઆરી : આંત્રપ્રિનિયોરશિપ ડેવલોપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII) અને એક્સેનચર ના સંયુક્ત ઉપક્રમે કચ્છમાં સંશ્થા દ્વારા બહેનોમાં રહેલ હુન્નર ને ઉજાગર કરી પગભર કરવા ના ઉદેશ્ય સાથે કચ્છ ના ભુજ તાલુકા ના ઉખડમોરા (યોગીનગર) જેવા અંતરિયાળ ગામ માં હાથભરત ની 26 દિવસીય ટ્રેનિંગ સહ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું.આ 26 દિવસીય વર્કશોપ માં ઈડીઆઈઆઈ સંશ્થા દ્વારા નવતર પહેલ કરવામાં આવી હતી,જેમકે ઉખડમોરા ગ્રામ્ય ની બહેનોને આહીર ભરતકામ તેમના વારસા માં મળેલ હતું પણ તેઓને અન્ય ભરત ના ટાકા માં પણ મહારથ હાસિલ કરવાની ઈચ્છા હતી જેને શક્ય બનાવા માટે સંશ્થા એ સહયોગ આપ્યો હતો.ઈડીઆઈઆઈ દ્વારા હેન્ડ એમ્બ્રોડરી એક્સપર્ટ ચપરેડી (અટલનગર) ના દિવ્યાબેન યોગેશ ગાગલ દ્વારા બહેનોને હેન્ડ એમ્બ્રોડરી માં ડિઝાઇન ડેવલોપમેન્ટ / મોટિફ ડેવલોપમેન્ટ અને ત્યાર બાદ તેનું કાપડ ઉપર પ્રિન્ટિંગ (છાપણી) કઈ રીતે કરાય તેનું ઊંડાણપૂર્વક ની સમજ આપી બહેનો પાસે પ્રેક્ટિકલ સેશન પણ કરવામાં આવ્યું હતું. કચ્છ ના આહીરભરત ના નિષ્ણાંત અને સ્ટેટ એવોર્ડ વિનર એવા ધાણેટી ગામ ના ગીતાબેન આહીર એ ટ્રેનિંગ સ્થળ ની મુલાકાત લઈને બહેનોને ભરતકામ માં છાપણી નું મહત્વ તેમજ હાથભરત ની બઝાર માં માંગ વિષે વિસ્ત્રુત સમજ આપવામાં આવી હતી.સંશ્થા દ્વારા ગામ માં છાપણી માટેનું ગ્રુપ તૈયાર થાય તે માટેના દરેક પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.ટ્રેનર એક્સપર્ટ દ્વારા બહેનોને કાથાવાર્ક / સાદુભરત /આમળોટાકો / પિછોટાકો / પોલો ટાંકો / ગાજનો ટાંકો / ઇયળનો ટાંકો / દેશી ટાંકો (આડીઓ ફાડીઓ) / ગાંઠ નો ટાકો / બખિયાનો ટાકો જેવા કચ્છ ના વિભિન્ન ભરતકામ નું શિક્ષણ આપી બહેનોને માર્કેટ માં કયા પ્રકાર નું કલર કોમ્બિનેશન ચાલી રહ્યું છે તેનું જ્ઞાન પણ આપવામાં આવ્યું હતું.
આ 26 દિવસીય વર્કશોપ દરમિયાન સંશ્થા દ્વારા બહેનોને પોતાના ભરતકામ માંથી બચત કરવા માટેનો મજબૂત વિકલ્પ એવું ગુજરાત સરકાર નું નેશનલ લાઈવલીહૂડ મિશન ની સ્વ સહાયક જૂથ (SHG) યોજના ની સમજ તાલુકા લાઈવલીહૂડ મેનેજર શ્રી સચિન પંડ્યા તેમજ ક્લસ્ટર કોર્ડીનેટર જયશ્રીબેન ગરવા દ્વારા બહેનોને સમજાવામાં આવી હતી, જેમાં 30 બહેનો જોડાવા માટે પોતાની સહમતી દર્શાવી હતી.ઈડીઆઈઆઈ દ્વારા બહેનોને ભરતકામ ની ટ્રેનિંગ બાદ તેમાંથી બઝાર ને અનુસંગત કયા પ્રોડક્ટ ડેવલોપ કરવા તેના માટે સંશ્થા ના પ્રવાસી ફેક્લટી શૈલજા પુનિત સોની પાઠક એ વોલ આર્ટ પેનલ / ટ્રાવેલિંગ પાઉચ / મોબાઈલ કેસ / ટોટ બેગ / પોટલી બેગ વગેરે ની અવનવી પેટર્ન ની ડિઝાઇન બનાવી બહેનોને આપી હતી જેથી બહેનોને માર્કેટ અનુસાર કઈ પ્રોડક્ટ ડેવલોપ કરવી તેનો ખ્યાલ આવે શકે. વર્કશોપ ના અંતિમ ચરણમાં સંશ્થા દ્વારા બહેનોને વ્યવસાયની ઓળખસમા ઉદ્યમ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ નોંધણી ના ફાયદા તેમજ વ્યવસાય માં તેનો ઉપયોગ વિષે સંશ્થા ના પ્રોજેક્ટ કોર્ડીનેટર દેવાંગ સોમપુરા દ્વારા આપવામાં આવી હતી, અને સ્થળ ઉપર બહેનોનું ઉદ્યમ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું,સાથે ભારત સરકાર દ્વારા આપવામાં આવતા આર્ટિસન કાર્ડ ની નોંધણી સંશ્થા દ્વારા કરવામાં આવી હતી.ઈડીઆઈઆઈ સંશ્થા ના પ્રોજેક્ટ ઓફિસર હેતલ બી.ખેર દ્વારા બહેનોને ગુજરાત સરકાર ની મહિલાઓ માટે ચાલતી દરેક યોજના ની વિસ્તારપૂર્વક સમજ આપવામાં આપી હતી.26 દિવસીય વર્કશોપ નું સમગ્ર આયોજન EDII ના એમ.એસ.ડી.પી. પ્રોજેક્ટ કોર્ડીનેટર દેવાંગ સોમપુરા તેમજ હેતલ બી ખેર અને કૉમ્યૂનિટી મોબિલાઇઝર વિજયભાઈ વણકર દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.


