BHUJGUJARATKUTCH

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ ગુજરાત દ્વારા હમારા વિદ્યાલય, હમારા તીર્થ વિષય પર પ્રદેશ કાર્યશાળા યોજાઈ.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છના અપેક્ષિત હોદ્દેદારો હમારા વિદ્યાલય હમારા તીર્થ કાર્યશાળામાં સહભાગી થયા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૦૬ જાન્યુઆરી : શાળાઓ માત્ર શિક્ષણનું કેન્દ્ર નહીં પણ સંસ્કારનું પવિત્ર તીર્થ છે

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ ગુજરાત દ્વારા તા. 2 જાન્યુઆરી 2026 થી 3 જાન્યુઆરી 2016 દરમિયાન સોમનાથ ખાતે બે દિવસીય “હમારા વિદ્યાલય હમારા તીર્થ” પ્રદેશ કાર્યશાળા યોજાઈ હતી.આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ શાળાઓને માત્ર શિક્ષણના કેન્દ્ર તરીકે નહીં પરંતુ સંસ્કાર, સંસ્કૃતિ અને રાષ્ટ્ર નિર્માણના પવિત્ર તીર્થ તરીકે વિકસિત કરવાનો રહ્યો હતો.કાર્યશાળા દરમિયાન શાળાઓને તીર્થરૂપ બનાવવાના વિવિધ બિંદુઓ ઉપર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં કચ્છ જિલ્લાના અપેક્ષિત પ્રતિનિધિઓએ ભાગ લઈ ચર્ચા-વિમર્શમાં સહભાગી થયા હતા.આ પ્રદેશ કાર્યશાળામાં શાળા કક્ષાએ ગુણવત્તા, શિસ્ત, સ્વચ્છતા, મૂલ્ય આધારિત શિક્ષણ, રાષ્ટ્રભાવના, પર્યાવરણ જાગૃતિ તેમજ વિદ્યાર્થીમાં નૈતિક મૂલ્યોના સંવર્ધન,21મી સદીના વિદ્યાર્થીના કૌશલ્યો-પડકાર-ઉકેલ અને AI નો ઓચિંતયપૂર્ણ ઉપયોગ, નવી શિક્ષણ નીતિ અને ભારતીય જ્ઞાન પરંપરા તેમજ તીર્થ રૂપ વિદ્યાલય બનાવવાની યોજના જેવી બાબતો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. સાથે સાથે સમગ્ર રાજ્યના શિક્ષકોએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. શાળાઓને તીર્થરૂપ બનાવવા શિક્ષકોની ભૂમિકા અને સમાજ સાથે શાળાનો સંબંધ કેવી રીતે મજબૂત થઈ શકે તે અંગે પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સોમનાથ ખાતે આયોજિત રાજય સ્તરીય કાર્યશાળામાં કચ્છ જિલ્લા વતિ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય ઉપાધ્યક્ષ મુળજીભાઈ ગઢવી,માધ્યમિક સંવર્ગ રાજય અધ્યક્ષ નયનભાઈ વાંઝા,સૌરાષ્ટ્ર સંભાગ-૧ સંગઠનમંત્રી રમેશભાઈ ગાગલ,એચ.ટાટ સંવર્ગ પ્રાંત મંત્રી અમરાભાઈ રબારી અને ઉ.મા સંવર્ગ રાજય ઉપાધ્યક્ષ પુનશીભાઈ ગઢવી સહભાગી થયા હતા.

Back to top button
error: Content is protected !!