KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના બે અલગ અલગ જગ્યા ઉપર ગોઝારા અકસ્માતો સર્જાતાં 3 લોકો એ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યા.

 

તારીખ ૧૫/૦૧/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ તાલુકામાં અલગ અલગ બે જગ્યા ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિનું ધટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યાં છે.મળતી મુજબ કાલોલ તાલુકાના તરવડા ગામ નજીકથી મલાવ રોડ તરફ બાઇકમાં પેટ્રોલ ખૂટી જતાં ચાલતા ચાલતા જતા રામસીંગભાઇ વેચાતભાઇ રાઠવા સાથે વિરાજભાઇ નગીનભાઇ રાઠવા તથા હિતેશભાઈ બુધાભાઈ નાયક આમ ત્રણ લોકો ને અજાણ્યા ઈકો ગાડી એ પાછળથી અડફેટે લેતાં રામસીંગભાઇ વેચાતભાઇ રાઠવા અને વિરાજભાઇ નગીનભાઇ રાઠવા નિચે પડી જતાં બન્ને ને માથાના ભાગે તથા મોઢા ભાગે તેમજ છાતી ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળ પર મોત નિપજ્યું હતું જ્યારે હિતેશભાઈ બુધાભાઈ નાયક ને ઓછીવત્તી ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યારે બીજા એક અકસ્માતના બનાવમાં કાલોલ તાલુકાના ખડકી ટોલનાકાના થી વેજલપુર તરફ જતા પથ્થરની મુવાડી તરફ જતા રોડ ઉપર રોડ ક્રોસ કરતા વિનોદભાઇ શનાભાઇ રાઠોડને અજાણ્યા સફેદ કલરની બોલેરો ગાડીના ચાલકે ટક્કર મારતાં ડાબા તથા જમણા હાથે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે વિનોદભાઇ શનાભાઇ રાઠોડનું કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું.સમગ્ર ઘટનાની જાણ કાલોલ પોલીસ અને વેજલપુર પોલીસ સ્ટાફને થતાં તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી મૃત્યુ પામેલા ત્રણેય ઇસમોની લાશને રેફરલ હોસ્પિટલના પીએમ રુમમાં ખસેડવામાં આવી હતી જ્યાં બન્ને અકસ્માતની ઘટનાઓને લઈને મૃત્યુ પામેલા સબંધિત વાલીવારદારો દ્વારા કાલોલ પોલીસ સ્ટેશન અને વેજલપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

 

Back to top button
error: Content is protected !!