KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રીની ઉપસ્થિતિ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક મળી.

 

તારીખ ૨૧/૦૧/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર સ્થિત નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તથા મધ્ય ઝોનના પ્રભારી હિતેન્દ્રસિંહ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે કાલોલ તાલુકા ભાજપ મંડળ અને નગર ભાજપ મંડળના પદાધિકારીઓ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠક યોજાઈ હતી જ્યાં આ બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ અને હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, જિલ્લા પ્રભારી ભરતભાઈ ડાંગર,જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ (લાલાભાઇ),પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ, કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ,નગર ભાજપ મંડળના પ્રમુખ કલ્પેશભાઇ પારેખ‌ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં પક્ષના સંગઠનાત્મક કાર્યોની સમીક્ષા કરવામાં આવી અને આગામી કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી હતી જ્યાં મંચ પર ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સંગઠનાત્મક બેઠકમાં ભાગ લેનાર ભાજપ મંડળના પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને પક્ષના કાર્યોમાં વધુ સક્રિય રહેવા અને જનસેવામાં જોડાવાનું આહવાન કર્યું હતું.

Back to top button
error: Content is protected !!