પાટડીનાં ખારાઘોડા ગામે ત્રણ મકાનમાંથી 4 બાટલાની ચોરી થતા પોલીસ દોડી ગઇ

તા.24/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાઘોડા ગામે ત્રણ મકાનમાંથી કુલ ચાર ગેસના બાટલાની ચોરી થઈ છે આ ચોરીમાં કુલ 16,800ની કિંમતના બાટલા ગુમ થયા છે આ અંગે પાટડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે ખારાઘોડાના જુનાગામ, જગદીશ સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઈ મગનભાઈ ગજ્જરના જણાવ્યા અનુસાર તેઓ રાત્રે સૂતા હતા ત્યારે તેમના ઘરની આગળ ખુલ્લી જગ્યામાં રાખેલો ઇન્ડિયન ગેસનો બાટલો ચોરાઈ ગયો હતો સવારે આશરે પોણા ચાર વાગ્યે ઉઠીને જોતા બાટલો ગાયબ હતો વધુ તપાસ કરતા તેમના બાથરૂમની પાછળ ગીઝર માટે રાખેલો બીજો ઇન્ડિયન ગેસનો બાટલો પણ જોવા મળ્યો ન હતો આથી તેમને શંકા ગઈ કે કોઈ અજાણ્યા ચોર ઇસમો તેમના બે ગેસના બાટલા ચોરી ગયા છે સોસાયટીમાં શોધખોળ કરતા જીતેન્દ્રભાઈને જાણવા મળ્યું કે તેમના પાડોશી હરિભાઈ થોભણભાઈ પટેલના ઘરની દીવાલ પાસે રાખેલો એક ઇન્ડિયન ગેસનો બાટલો પણ ચોરાઈ ગયો હતો આ ઉપરાંત બાજુની ખોડિયારનગર સોસાયટીમાં રહેતા કનૈયાલાલ ખોડીદાસ પટેલના બાથરૂમ પાછળ ખુલ્લામાં રાખેલો એક ઇન્ડિયન ગેસનો બાટલો પણ ચોરાઈ ગયો હતો આમ જીતેન્દ્રભાઈના બે બાટલા આશરે 8,400, હરિભાઈનો એક બાટલો આશરે 4,200 અને કનૈયાલાલનો એક બાટલો આશરે 4,200 મળી કુલ ચાર ઇન્ડિયન ગેસના બાટલા જેની કુલ કિંમત આશરે 16,800 થાય છે તેની ચોરી થઈ છે અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને પાટડી પોલીસ સ્ટેશનના જે.કે. મકવાણા આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે.



