
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
ભચાઉ,તા૩૦ જાન્યુઆરી : લાકડિયા 1ગાયત્રીનગર પી.એમ.શ્રી પ્રા.શાળા લાકડિયા માં વિશ્વ રક્તપિત્ત દિવસ (World Leprosy Day) માટે અવરનેશ પ્રોગ્રામ રાખવામાં આવ્યો. આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને વિશ્વભરમાં રક્તપિત્ત રોગને લઈને લોકોમાં જાગૃતિ વધે અને તેને રોકવા માટેના સહિયારા પ્રયાસો હાથ ધરી શકાય તે હેતુથી આ દિવસ મનાવવામાં આવે છે. સાથે જ તેનો ઉદ્દેશ્ય રક્તપિત્ત સંબંધિત સારવાર વિશેની જાગૃતિ ફેલાવવા અને રક્તપિત્તના દર્દીઓના ઉત્થાન માટે પ્રયાસો કરવાનો છે આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી અને શિક્ષક મિત્રો તેમજ એડોલેસન હેલ્થ કાઉન્સેલર કિરેનકુમાર પાતર, સી.એચ.ઓ. પ્રિયાબેન, ફી.હે. વર્કર રંજનબેન, અને મ.પ.હે. વર્કર ચેતનભાઇ હાજર રહ્યા હતા.




