BHUJGUJARATKUTCH

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા દ્વારા શિક્ષણ મંત્રીનું સન્માન કરવામાં આવ્યું.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૩૧ જાન્યુઆરી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા(તમામ સંવર્ગ) દ્વારા ગુજરાત સરકારના શિક્ષણ મંત્રીશ્રી પ્રદ્યુમનભાઈ વાજાનું આવકાર સહ અભિવાદન કરવામાં આવ્યું.જિલ્લા ટીમ દ્વારા ભારતમાતાની છબી,શાલ અને પુસ્તક વડે સન્માન કરવામાં આવ્યું હતું.આ તકે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ઉપાધ્યક્ષ મૂળજીબાઈ ગઢવી,પ્રાથમિક સંવર્ગ જિલ્લા કાર્યકારી અધ્યક્ષ ભરતભાઇ ધરજીયા,મહામંત્રી રમેશભાઈ ગાગલ,ભુજ તાલુકા મહામંત્રી બળવંતભાઈ છાંગા, અંજાર તાલુકા અધ્યક્ષ મયુરભાઈ પટેલ,સરકારી માધ્યમિક સંવર્ગ જિલ્લા કોષાધ્યક્ષ અમોલભાઈ ધોળકિયા,એચ.ટાટ સંવર્ગ મહામંત્રી અમરાભાઈ રબારી સહિતના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ અનિલભાઈ રાઠોડની યાદીમાં જણાવાયું હતું.

Back to top button
error: Content is protected !!