BHACHAUGUJARATKUTCH

ભચાઉ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને મહામંત્રીની બિન હરીફ વરણી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ તા-૦૧ ફેબ્રુઆરી : ભચાઉ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ૨૦૨૬ થી ૨૦૨૮ની નવી કારોબારીની રચના કરવા માટે ભચાઉ બી. આર. સી. ભવનમાં ચૂંટણી અધિકારીશ્રી ઘનશ્યામ રાજગોર ના અધ્યક્ષ સ્થાને મિટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં 18 પગાર કેન્દ્ર શાળા અને સી.આર.સી. કો.ઓર્ડીનેટર સભ્ય ના પ્રતિનિધિઓ કુલ 36 માંથી 34 સભ્યો ની હાજરીમાં ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી. જેમાં લાકડીયા ગ્રુપના પ્રતિનિધિ અને પૂર્વ તાલુકા પ્રમુખ ગંગારામ રાજગોર એ પ્રમુખ તરીકે શામજીભાઈ આર. વરચંદ , (સી. આર. સી.કો. ઓ. ચોબારી) ના નામની દરખાસ્ત કરી જેને ભચાઉ 1ગ્રુપ પ્રતિનિધિ કાંતિભાઈ પ્રજાપતિએ ટેકો જાહેર કરેલ. જેને તમામ સભ્યોએ સર્વાનુમતે ટેકો જાહેર કર્યો. તેમજ મહામંત્રી તરીકે કલ્પેશભાઈ ઠક્કર ના નામની દરખાસ્ત ભરતભાઈએ કરતા સાજણ વરચંદ તેમજ તમામ પ્રતિનિધિઓએ સર્વાનુમતે ટેકો જાહેર કરતા વિધિવત કાર્યવાહી કરવામાં આવી. જેમાં . આમ ભચાઉ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને મહામંત્રીની બિન હરીફ વરણી કરવામાં આવી.

સમગ્ર ચુંટણી પ્રક્રિયા બાદ પ્રાસંગિક પ્રવચનમાં ચૂંટણી અધિકારી અને ચિત્રફૂટ એવોર્ડ વિજેતા તાજેતર માં 26મી જાન્યુઆરી ની પરેડ માં માનનીય રાષ્ટ્રપતિ ના સન્માન મેળવનાર ઘનશ્યામભાઈ બ્રાહ્મણ, પૂર્વ પ્રમુખ ગંગારામ રાજગોર , કાંતિભાઈ પ્રજાપતિ, બી. આર. સી. કો. ઓ. ડો. અતુલભાઈ પટેલ , નવ નિયુક્ત પ્રમુખ તેમજ મહામંત્રીએ નવ નિયુક્ત ખજાનચી જીતેન્દ્રભાઈ બારોટ ( શિકારપુર સી. આર. સી. ), નવ નિયુક્ત સિનિયર ઉપ પ્રમુખ ભરતભાઈ વાણીયા (ભચાઉ) એ પ્રાસંગિક ઉદ્બોદન અને પોતાને સોપેલ જવાબદારી માટે આભાર સહ કામ કરવાની ખેવના દર્શાવેલ. આ તકે ચિંતનભાઈ પટેલ ( લાકડીયા ), ભિખાભાઈ (ગ્રુપ આચાર્ય ઉદેપુર),. પ્રવીણ ભાઈ રબારી (ઉદેપુર), હરેશ ભાઈ દરજી (ઉદેપુર) ,જનક ભાઈ પટેલ (આઘોઈ) , ,અલ્પેશભાઈ (આઘોઈ) ,વરચંદ સાજણ ભાઈ (મનફરા), ગામોટ શંકર લાલ (મનફરા), ગજેન્દ્ર સિંહ જાડેજા (વોધ), નાગજીભાઈ પરમાર (ચોબારી), જીતેન્દ્રભાઈ મકવાણા ચોબારી, નરેશભાઈ સોલંકી (શિકારપુર), કરણ સિંહ ઝાલા (જુના કટારીયા), વિજય ભાઈ (જંગી) ખેંગાર ભાઈ વરચંદ (ગઢડા ખડીર), કાનજી ભાઈ આહીર (કલ્યાણ પર ખડીર), પ્રભુ ભાઈ આહીર (ગઢડા) , અતુલ ભાઈ પટેલ (નંદગામ) મનીષ ભાઈ પ્રજાપતિ (ખારોઈ) દિપક ભાઈ (ખારોઈ) કપિલ પંડ્યા (ચોબારી) વિજય ભાઈ આહીર (ચોબારી) વિજય ભાઈ પટેલ (ભચાઉ) ગૌરાંગ ભાઈ પટેલ +ભચાઉ) સહિતના સભ્યો હાજર રહેલ. સમગ્ર પ્રક્રિયાનું સંચાલન ખજાનચી જીતેન્દ્રભાઈ બારોટે સંભાળેલ. કારોબારી મિટિંગ પૂર્ણ થતા કચ્છ જિલ્લા શિક્ષક સંઘ ના પ્રમુખ નયન સિંહ જાડેજા , ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના મહામંત્રી મેહુલભાઈ જોશી દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવી અને નવ નિયુક્ત ચાર હોદેદારો નું ફૂલહાર અને શાલ થી સન્માન કરવા માં આવ્યું. સૌ સભા સામે સદો સમૂહ ભોજન લઇને છુટ્ટા પડ્યા.

Check Also
Close
Back to top button
error: Content is protected !!