સુરેન્દ્રનગર જિલ્લામાં એક દસકામાં ખેતીમાં મોટા ફેરફાર પરંપરાગત ખેતી મૂકી સ્પેશિયલ પાકોને વાવેતર તરફ વળ્યા
નર્મદા વીજળી અને ટેકનોલોજીનો લાભ મેળવી અને ખેડૂતોએ બાગાયત ઇઝરાઇલ પ્રાકૃતિક પદ્ધતિની ખેતી તરફ વળ્યા ખેડૂતો

તા.02/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
નર્મદા વીજળી અને ટેકનોલોજીનો લાભ મેળવી અને ખેડૂતોએ બાગાયત ઇઝરાઇલ પ્રાકૃતિક પદ્ધતિની ખેતી તરફ વળ્યા ખેડૂતો, સમગ્ર ગુજરાતમાં કપાસ ઉત્પાદન માટે સુરેન્દ્રનગર જિલ્લો પ્રખ્યાત છે સુરેન્દ્રનગર જિલ્લામાં થતો કપાસ ની ડિમાન્ડ પણ સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી વધુ રહેતી હોય છે પરંતુ હવે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા દસ વર્ષમાં કૃષિ ક્ષેત્રમાં સૌથી મોટા ફેરફારો આવ્યા છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી અને હવે બાગાયત અને ઇઝરાયેલ પદ્ધતિની ખેતી તરફ વળી ગયા છે સુરેન્દ્રનગરની જમીન માં ખારાશ અને સારનું પ્રમાણ વધુ પડતું છે મુખ્યત્વે કાળી જમીન અને લાલ રેતાળ જમીન સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ છે જેને લઇને એક સમયે કપાસ જીરું જેવા પરંપરાગત ખેતી ઉપર સુરેન્દ્રનગર જિલ્લાનો ખેડૂત નપતો હતો પરંતુ છેલ્લા દસ વર્ષમાં કૃષિ ક્ષેત્રમાં જે ફેરફાર થયા છે જેને લઇને આવે ખેતીની પેટન પણ બદલાઈ ગઈ છે વિવિધ પ્રકારની ટેકનોલોજી અને નિયમિત નર્મદાના નીર અને વીજળી આવવાના કારણે ખેડૂતો હવે ત્રણ પાક લેતા સુરેન્દ્રનગર જિલ્લામાં થઈ ગયા છે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી અને હવે વઢવાણ તાલુકામાં પણ ઇજરાઈલ પદ્ધતિની ખેતી શરૂ કરવામાં આવી છે જેમાં ખારેક અંજીર વિવિધ પ્રકારના ફ્રૂટ્સ નું વાવેતર વઢવાણ તાલુકાના ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે અને જેમાંથી સારી એવી આવક પણ ખેડૂતો દ્વારા મેળવવામાં આવી રહી છે ટેકનોલોજીકલ અને જમીનની ફળદ્રુપતા અને વિવિધ પ્રકારના ખાતરો નો ઉપયોગ કરી અને ઇઝરાયેલ પદ્ધતિની ખેતી પણ હવે સુરેન્દ્રનગરના ખેડૂતોએ શરૂ કરી છે જેમાં વઢવાણ ના બાકરથળી તેમજ સુરેન્દ્રનગરના લટુડા સહિતના ગામોના ખેડૂતો અભ્યાસ કરી અને ઇઝરાઇલ પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે આ ઉપરાંત બાગાયત પાક તરફ પણ ખેડૂતો વળ્યા છે જેમાં દાડમ સરગવો લીંબુ ચીકુ જેવા પાકોનું વાવેતર કરતા ખેડૂતો થયા છે 5 હજાર હેક્ટર જમીન ઉપર સુરેન્દ્રનગર જિલ્લામાં બાગાયત અને ઇઝરાયેલ પાકનું વાવેતર અત્યારે ઉપલબ્ધ છે કૃષિ ક્ષેત્રમાં ફેરફારના કારણે અને ખેડૂતોના મહેનત અને ઇન્વેસ્ટ કરવાના કારણે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા પણ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો થયા છે.





