GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણના રાજપર સીમમાં પાવરગ્રીડ કંપનીના અધિકારીઓની દાદાગીરી સામે આવી

ખેડૂતોને નોટિસ અને જાણ કર્યા વગર જ ખેતરમાં પ્રવેશ કરી અને ખોદકામ શરૂ કરવામાં આવતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો.

તા.02/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

ખેડૂતોને નોટિસ અને જાણ કર્યા વગર જ ખેતરમાં પ્રવેશ કરી અને ખોદકામ શરૂ કરવામાં આવતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો, કચ્છથી નીકળેલી પાવર કંપનીની લાઈનો હવે સુરેન્દ્રનગર આવી પહોંચી છે સુરેન્દ્રનગર જિલ્લાના ગામડે ગામડે પરંતુ આ કંપનીઓ સામે હવે વિરોધ પ્રદર્શનનો શરૂ થઈ ચૂક્યા છે ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે કારણ કે જે કોરીડોરમાં કામગીરી કરવાની હોય છે તે કોરીડોરમાં કામગીરી કરવામાં આવી રહી નથી જેને લઇને ખેડૂતોના ખેતરો અને ઉભા પાકોને નુકસાન પહોંચી રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી ધાંગધ્રા અને વઢવાણ પંથકમાંથી આ હાઈટેન્શન લાઈન પસાર થઈ રહી છે ત્યારે હાલમાં કામગીરી પણ શરૂ કરવામાં આવી છે ત્યારે વઢવાણ તાલુકાના રાજપર માર્ગની સીમ જમીનમાં પાવરગ્રીડ કંપનીના કર્મચારીઓ દ્વારા ખેડૂતો મેં જાણ કર્યા વગર જ કે નોટિસ કે હુકમ આપ્યા વગર જ ગેરકાયદેસર રીતે ખેતરમાં પ્રવેશ કરી અને ખેતરોમાં જેસીબી સહિતના મશીનોને લઈ જઈ અને ખોદકામ શરૂ કરી નાખવામાં આવ્યું હતું જેને લઇને ખેડૂતોના ખેતરોમાં વ્યાપક નુકસાન પહોંચ્યું હતું હાલના તબક્કામાં ખેડૂતો દ્વારા ચણા જીરુ વરિયાળી ઘઉં જેવા પાકોનું વાવેતર કર્યું છે ત્યારે તેના ઉપર મશીનો ફેરવી દઈ અને વાવેતરને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે એક તરફ પૂરતું વળતર તો નથી આપવામાં આવી રહ્યું તેનો પણ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે બીજી તરફ દાદાગીરી પૂર્વક ગેરકાયદેસર રીતે ખેડૂતોના ખેતરોમાં મશીનો લઈ જઈ અને નુકસાન પહોંચાડી અને કામગીરી કરવામાં આવી રહી છે જેને લઈને વઢવાણ તાલુકાના ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને કામગીરી બંધ રખાવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો કલેકટર દ્વારા આપવામાં આવેલો કામગીરી કરવાનો લેટર રજૂ કરવામાં આવે તેમજ કોરીડોરમાં રહી અને આ સમગ્ર કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આગામી દિવસોમાં આ મુદ્દે લડત આપવામાં આવશે જો ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ વઢવાણ તાલુકાના ખેડૂતો દ્વારા આપવામાં આવી છે ખેડૂતોના મોઢામાં આવેલા કોળિયો છીનવી લઈ અને ઉભા પાક ઉપર મશીનરી ફેરવી દેવામાં આવતા ખેડૂતો પણ રોષે ભરાયા છે.

Back to top button
error: Content is protected !!