GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર આપ દ્વારા સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરેશન યોજાઇ જેલમુક્ત થયા બાદ રાજુભાઈ કરપડાએ આપી પ્રતિક્રિયા

ખેડૂતોના પડતર પ્રશ્નો, પાક વીમો અને સિંચાઈના પાણી માટેની અમારી લડત

તા.02/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

ખેડૂતોના પડતર પ્રશ્નો, પાક વીમો અને સિંચાઈના પાણી માટેની અમારી લડત, સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું બોટાદના કડદા કેસમાં ૧૦૮ દિવસ જેલમાં વિતાવ્યા બાદ તાજેતરમાં જ મુક્ત થયેલા ગુજરાત AAP કિસાન સેલના પ્રમુખ રાજુભાઈ કરપડાએ આ પ્રસંગે મક્કમ નિર્ધાર સાથે સરકાર સામે હુંકાર કર્યો હતો આ તકે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જેલના સળિયા કે સત્તાનો દમન તેમને જનતા અને ખેડૂતોના પ્રશ્નો ઉઠાવતા રોકી શકશે નહીં આ પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલિયા, પ્રદેશ મહામંત્રી સાગરભાઈ રબારી અને પ્રદેશ સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત નેતાઓએ રાજુભાઈ કરપડાનું ભવ્ય સ્વાગત કર્યું હતું આ તકે સરકાર પર આકરા પ્રહાર કરતા આપ નેતાઓએ જણાવ્યું હતું કે સરકાર વિપક્ષના અવાજને દબાવવા માટે ખોટા કેસો કરીને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકરો આવી રણનીતિથી ડરવાના નથી રાજુભાઈ કરપડાએ પત્રકારોને સંબોધતા વધુમાં ઉમેર્યું કે “ખેડૂતોના પડતર પ્રશ્નો, પાક વીમો અને સિંચાઈના પાણી માટેની અમારી લડત હવે વધુ તેજ બનશે મેં ૧૦૮ દિવસ જેલમાં રહીને અન્યાય સામે લડવાની શક્તિ મેળવી છે આગામી દિવસોમાં અમે ગામેગામ જઈને ખેડૂતોને જાગૃત કરીશું અને સરકાર પાસે તેમના હકની માંગણી કરીશું “આ કાર્યક્રમમાં સ્થાનિક AAP કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ‘ખેડૂત એકતા’ના નારા લગાવ્યા હતાં આગામી સમયમાં સુરેન્દ્રનગર અને આસપાસના જિલ્લાઓમાં ખેડૂત આંદોલન વધુ આક્રમક બને તેવા સ્પષ્ટ સંકેતો આ પત્રકાર પરિષદ દ્વારા આપવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!